જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ નહિ

મેડિકલ વેસ્ટના કચરામાં ગાયો, શ્વાન અને ભૂંડના આંટાફેરા

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ રાજ્ય સરકારે કરોડોના ખર્ચે નિર્માણ તો કરી દીધી પણ સિવિલ હોસ્પિટલમાં અનેકવાર સ્ટાફની અછત સાથે મેડિકલ સાધનો પૂરતા પ્રમાણમાં નહિ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેની સાથે સ્ટાફની અછત સહીત અનેક બાબતે રજૂઆત અને ફરિયાદો ઉઠવા પામી છે પણ કોઈ જવાદારી લેવા તૈયાર નથી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડના દર્શ્યો ઘણું કહી જાય છે એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત સરકાર કરોડો નો ખર્ચ કરે છે ત્યારે ખુદ રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલ પરિસરમાં કચરાના ઢગલા સાથે બાયો મેડિકલ વેસ્ટ જોવા મળી રહ્યો છે.

જેમાં મેડિકલના વેસ્ટ સાધનો જોવા મળ્યા હતા અને તેમાં ગાયો, શ્વાન અને ભૂંડ મેડિકલ વેસ્ટને ચૂંથતા નજરે પડ્યા હતા એક તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવેછે કે મેડિકલ વેસ્ટ બરાબર થઇ રહ્યુંછે તો આ મેડિકલ વેસ્ટ અને કચરાના ઢગલા આવ્યા ક્યાંથી એક તરફ સ્વચ્છતાની મોટી મોટી વાતો થાય છે અને લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવેછે અને બીજી તરફ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી રહીછે સિવિલ હોસ્પિટલનું તંત્ર દિવસે દિવસે રેઢીયાર બનતું જતું હોઈ તેવા દર્શ્યો સામે આવ્યા છે. સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સિવિલ હોસ્પિટલે સારવાર લેવા આવતા હોઈ છે એવા સમયે સ્વચ્છતાના લિરા લિરા ઉડતા જોવા મળી રહ્યાછે કચરો તો ઠીક લોકો નાખી દેતા હોઈ છે પણ મેડિકલ વેસ્ટ કોણ નાખે છે તેના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી થશે ખરી અને જવાબદારી કોની આવા અનેક સવાલો ઉભા થયા છેે.

જૂનાગઢ મહાનગર પાલિકા દરેક બજેટમાં લાખો રૂપિયાના ખર્ચે જૂનાગઢ સ્વચ્છ રાખવાના દાવા કરેછે પણ શહેરની માધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળેછે કદાચ આ કચરાના ઢગલામાં પડેલ મેડિકલ વેસ્ટ મહા નગર પાલિકાના પદાધિકારી કે અધિકારીને દેખાતો નહિ હોઈ સિવિલ હોસ્પિટલને મંદિર તરીકે જોવા માં આવેછે ત્યારે શહેરમાં ઠેર ઠેર જગ્યા એતો અનેકવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળછે પણ સિવિલ હોસ્પિટલ પાછળ સરકાર લાખો કરોડો નો ખર્ચ કરેછે ત્યારે આવી મેડિકલ વેસ્ટ જેવી ચીજ વસ્તુનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ જાહેરમાં ફેંકી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતું હોઈ તેવા દર્શ્યો સામે આવ્યા છે.

જવાબદાર સામે પગલાં લેવાશે ?
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પરિસરમાં જો કચરાના ઢગલા સાથે મેડિકલ વેસ્ટ મળી આવતું હોઈ તો હવે મેડિકલ વેસ્ટ નાખનાર સામે તંત્રના અધિકારી જવાબદાર સામે પગલા ભરશે કે માત્ર કાગળ ઉપર નોટીશ આપી સંતોષ માની લેશે બીજી તરફ શહેરને સ્વચ્છ રાખવામાં ઉણી ઉતરેલ મનપા કોઈ યોગ્ય કાર્યવાહી કરશે. જયારે જૂનાગઢ શહેરની ખાનગી હોસ્પિટલો મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેકે છે ત્યારે મોટા મોટા દંડ ફટકારી હોસ્પિટલ પાસેથી વસુલવામાં આવે છે ત્યારે સિવીલ હોસ્પિટલની બેદરકારી સામે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પરિસરમાં મેડીકલ વેસ્ટનો વિડીયો જોવા અહીં ક્લિક કરો