રાજકોટમાં 33માંથી 29 શાળા શરૂ કરવાની અરજી નામંજૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં નવા શૈક્ષણિક સત્ર 2026-27 પૂર્વે ખાનગી શાળાઓ શરૂ કરવા માટે દોડધામ મચાવનાર સંચાલકો સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ‘કોમર્શિયલ દુકાન’ની જેમ સ્કૂલ ખોલીને બેસી જવાની માનસિકતા ધરાવતા સંચાલકો સામે આ વખતે જિલ્લા શિક્ષણ તંત્રએ સખત વલણ અપનાવ્યુ છે કે બાળકોની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે.
રાજકોટ શહેર અને જિલ્લામાં નવી 33 ખાનગી શાળા શરૂ કરવાની દરખાસ્તો જિલ્લા શિક્ષણાધિકારી (ઉઊઘ) કચેરી સમક્ષ આવી હતી. પરંતુ ચકાસણી દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. અનેક શાળાઓ પાસે વિદ્યાર્થીઓ માટે રમવાનું પૂરતું મેદાન નહોતું, ઘણા સ્થળોએ હવા-ઉજાસ વિનાના ક્લાસરૂમ જોવા મળ્યા હતા, જ્યારે ફાયર સેફ્ટી જેવા મૂળભૂત સુરક્ષા માપદંડોનો પણ અભાવ જોવા મળ્યો હતો. શિક્ષણ વિભાગે આ તમામ મુદ્દાઓને ગંભીરતાથી લઈ 33માંથી 29 અરજી સીધી જ નામંજૂર કરી દીધી છે. એટલે કે લગભગ 87 ટકા અરજદારો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે. માત્ર 4 શાળાઓ જ તમામ નિયમો અને માપદંડો પૂર્ણ કરતી હોવાનું સામે આવતા તેમને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી શાળાઓ શરૂ કરવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. ઉદ્યોગપતિઓ, ટ્રસ્ટો અને ખાનગી સંચાલકો શિક્ષણક્ષેત્રને ‘રોકાણના ક્ષેત્ર’ તરીકે જોતા થયા છે. બીજી તરફ સરકારી શાળાઓનું અસ્તિત્વ ધીમે-ધીમે ઘટતું જાય છે. જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શાળા માત્ર ચાર દિવાલો ઊભી કરીને શરૂ કરી શકાય તેવી સંસ્થા નથી. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વાતાવરણ, પૂરતી સુવિધાઓ, રમતું મેદાન, પ્રકાશ-હવાવાળા વર્ગખંડ અને ફાયર સેફ્ટી જેવી બાબતો ફરજિયાત છે. નિયમોનું પાલન નહીં કરતી સંસ્થાઓને કોઈપણ સંજોગોમાં મંજૂરી આપવામાં નહીં આવે. આ કાર્યવાહી બાદ શિક્ષણ ક્ષેત્રમાં પણ ચર્ચા જાગી છે કે હવે રાજકોટમાં ‘નફાખોરી માટેની શાળાઓ’ સામે કડક કાર્યવાહીનો દોર શરૂ થયો છે.
રિજેક્ટ થવાનાં કારણો
મેદાન અને રૂમનો અભાવ : શિક્ષણ વિભાગના નિયમ મુજબ જરૂરી રમતનું મેદાન ન હોવું, વર્ગખંડોનું નાનું માપ, અપૂરતો હવા-ઉજાસ અને વિદ્યાર્થીઓની સંખ્યા સામે ઓરડા ઓછા હોવા.
બિનખેતી (ગઅ) વગરનું બાંધકામ : શાળા ફક્ત એવા જ મકાનમાં શરૂ કરી શકાય જેનો હેતુ શૈક્ષણિક હેતુ માટે ગઅ થયેલો હોય. કોમર્શિયલ કે રહેણાક હેતુના મકાનો રિજેક્ટ કરાયા છે.
ઇઞ પરમિશન અને ભાડા કરાર : સ્થાનિક મ્યુનિસિપલ – કોર્પોરેશન (છખઈ)ની માન્ય ઇઞ પરમિશન હોવી. જો જમીન ભાડે હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલી ઓછામાં ઓછી 15 વર્ષની ’રજિસ્ટર્ડ લીઝ ડીડ’ હોવી ફરજિયાત છે. નોટરાઈઝ્ડ કરાર ચાલતા નથી.
સુરક્ષા સામે સવાલ : ફાયર સેફ્ટીના એનઓસી (ગઘઈ), સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને સ્ટાફની પાત્રતાના નિયમો નેવે મૂકનારાઓની અરજીઓ કચરાપેટીમાં નાખી દેવાઈ છે.
- Advertisement -
ઉચ્ચતર માધ્યમિકની માત્ર 3 સરકારી સ્કૂલ
આંકડાકીય વિશ્લેષણ જોઈએ તો ચોંકી જવાય તેવી સ્થિતિ છે. રાજકોટ જેવા મહાનગરમાં ખાનગી શાળાઓની સંખ્યા 1100ને વટાવી ગઈ છે, જેની સામે ઉચ્ચતર માધ્યમિક સુધીનો અભ્યાસ કરાવતી માત્ર 3 જ સરકારી શાળા બચી છે! જેમાં કરણસિંહજી હાઈસ્કૂલ (માત્ર કુમાર માટે), બાઈ સાહેબબા હાઈસ્કૂલ (માત્ર ક્ધયાઓ માટે) અને તાજેતરમાં ભગવતીપરામાં શરૂ થયેલી માત્ર અંગ્રેજી માધ્યમની કુમાર-ક્ધયા શાળાનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓ મળીને માંડ 55 સરકારી શાળા છે, જ્યાં નહિવત ખર્ચે શિક્ષણ મળે છે. તેની સામે 230 ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાનિત) અને 1100 ખાનગી શાળાઓ છે.



