બિહારમાં નીતિશ કુમાર ફરી વાર મુખ્યમંત્રી બન્યા છે પણ સરકારમાં સહયોગી પાર્ટી અને મંત્રીઓના ચહેરા બદલાઈ ગયા છે, આઠમી વાર નીતિશ કુમારે શપથ લીધા છે.
બિહારના રાજકારણમાં આજથી નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે, 5 વર્ષ સુધી ભાજપ સાથે ગઠબંધનમાં રહ્યા બાદ હવે ફરી લાલુ યાદવના દીકરા તેજસ્વી સાથે નીતિશ કુમારે સરકાર બનાવી છે.
- Advertisement -
નોંધનીય છે કે નીતિશ કુમારે આજે આઠમી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, આ પહેલા 5 વાર તેઓ ભાજપની મદદથી અને બે વાર RJD ની મદદથી મુખ્યમંત્રી બની ચૂક્યા છે. ખાસ વાત એ છે કે JDU ને ક્યારેય પૂર્ણ બહુમત મળ્યું નથી, છતાં સતત નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનતા રહ્યા છે. નીતિશ કુમારની સાથે RJD ના યુવા નેતા તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. કાર્યક્રમમાં લાલુ યાદવના પત્ની રાબડી દેવી તથા તેજસ્વી યાદવના પત્ની રાજશ્રી પણ પહોંચ્યા હતા.
Nitish Kumar takes oath as Bihar CM for 8th time, after he announced a new "grand alliance" with Tejashwi Yadav's RJD & other opposition parties pic.twitter.com/btHWJURsul
— ANI (@ANI) August 10, 2022
- Advertisement -
U-TURNના કિંગ નીતિશ કુમારની સફર
2000માં બન્યા મુખ્યમંત્રી
બહુમત ન હોવા છતાં NDAની સરકારમાં મુખ્યમંત્રી બન્યા, 7 જ દિવસમાં સરકાર પડી ગઈ. UPAએ સરકાર બનાવી
2005
2005ની ચૂંટણીમાં એકેય ગઠબંધનને બહુમત ન મળ્યું, રામ વિલાસ પાસવાન પાસે 29 ધારાસભ્યો હતા પણ તે દલિત અથવા મુસ્લિમ મુખ્યમંત્રીની માંગ પર જીદ પદ ચડ્યા, છ મહિના સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું. ફરી ચૂંટણી થઈ અને NDAની સરકારમાં નીતિશ કુમાર CM બન્યા
2010
NDAને પ્રચંડ બહુમત મળ્યું અને નીતિશ કુમાર જ CM બન્યા
2013
ભાજપે નરેન્દ્ર મોદીને PM પદ માટે આગળ કર્યા તો નારાજ નીતિશ કુમારે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાંખ્યું
2014
નીતિશ કુમારની પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ પ્રદર્શન કરતાં CM પદ પરથી રાજીનામું આપી દીધું
2015
જીતન રામ માંઝીને હટાવી ફરી CM બન્યા, RJD સહિતની પાર્ટીઓ સાથે ચૂંટણી લડી અને CM બન્યા
2017
લાલૂ યાદવના દીકરા તેજસ્વી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા તો તેમણે રાજીનામું માંગ્યું, ન આપ્યું તો પોતે ગઠબંધન તોડી ભાજપ સાથે જતાં રહ્યા
2020-22
ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી અને જીત્યા, 2022માં ફરી સાથ છોડ્યો