વ્યાજખોરી વિરૂદ્ધની ઝૂંબેશની આડઅસર

એક બાદ એક બોગસ અરજીઓ થકી બ્લેકમેઈલિંગ કરતો નિતેશ સાવલિયા

રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ યોજાતા લોક દરબારને કેટલાક ગુનેગારોએ જ કાયદાથી બચવાનું હથિયાર બનાવી લીધું છે. આજકાલ ફરિયાદીની જગ્યાએ આરોપીઓ પોલીસ સ્ટેશનમાં જઈને અરજદાર વિરુદ્ધ ખોટી તેમજ ગેરમાર્ગે દોરનારી અરજીઓ કરી આવે છે અને પછી નિર્દોષ વ્યક્તિઓ હેરાન થતા રહે છે. થોડા દિવસો પહેલા રાજકોટ પોલીસ દ્વારા વ્યાજંકવાદના વિરોધમાં યોજાયેલા લોક દરબારમાં નિતેશ સાવલિયાએ જતીન જાજલ વિરુદ્ધ એક તદ્દન ખોટી અરજી કરી પોલીસ વિભાગને ગેરમાર્ગે દોર્યો છે. સમગ્ર મામલાની હકીકત એવી છે કે, આજથી સાત-આઠ વર્ષ અગાઉ સી.એ.નું કામ કરતા જતીન જાજલ પાસે સૌરાષ્ટ્ર એગ્રો પ્રા.લિ.થી વ્યવસાય કરતા નિતેશ સાવલિયા સંપર્કમાં આવ્યા હતા. નિતેશ સાવલિયાએ જતીન જાજલ મારફતે વ્યવસાયિક લોન કરાવી હતી. બધું બરાબર ચાલતું હતું પણ આગળ જતાં નિતેશ સાવલિયાએ જતીન જાજલને વધુ લોન અપાવી દેવા દબાણ કર્યું હતું. જતીન જાજલે જ્યારે નિતેશ સાવલિયાને લોન લેવામાં સલાહ આપવા કે સહકાર આપવાનું ઓછું કરી દીધું ત્યારે નિતેશ સાવલિયાએ જતીન જાજલ વિરુદ્ધ ગત વર્ષે 6 જુલાઈ, 2023ના રોજ રાજકોટ પોલીસ કમિશનરમાં છેતરપિંડી – વિશ્વાસઘાતની એક અરજી કરી હતી. આ અરજી સંદર્ભે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જતીન જાજલ નિર્દોષ સાબિત થયા હતા, તેમના વિરુદ્ધ છેતરપિંડી – વિશ્વાસઘાતના કોઈ જ પુરાવા મળ્યા નહતા.

નિતેશ સાવલિયાએ જતીન જાજલનાં ઘરે જઈ કરેલી ધમાલનાં CCTV ફૂટેજનો ફોટો અને નિતેશ સાવલિયાનો ફાઈલ ફોટો

જતીન જાજલનો માત્ર એટલો જ વાંક ગુનો કે તેમણે નિતેશ સાવલિયાને સાથ-સલાહ આપવાનું બંધ કર્યું
જતીન જાજલ સી.એ. છે. તેઓ એક સી.એ. તરીકે માત્ર નિતેશ સાવલિયાને લોન કરાવવા અને રોકાણ લેવા-મેળવવા સાથ આપતા હતા. તેઓ નિતેશ સાવલિયાના સી.એ. ન હતા. માત્ર એક સી.એ. તરીકે સાથ-સલાહ આપતા હતા. તેમની વચ્ચે ક્યારેય કોઈ રોકડ વ્યવહાર પણ થયો નથી. જ્યારે જતીન જાજલે નિતેશ સાવલિયાને સાથ-સલાહ આપવાનું બંધ કર્યું ત્યારે નિતેશ સાવલિયાએ જતીન જાજલ વિરુદ્ધ પોલીસમાં ખોટી અરજીઓ આપી પૈસાની માંગણી શરૂ કરી હતી.

ત્યારબાદ પણ સૌરાષ્ટ્ર એગ્રો પ્રા.લિ.ના નિતેશ સાવલિયાની સી.એ.નું કામ કરતા જતીન જાજલને બદનામ કરવાના હેતુસર ધાક-ધમકીઓ ચાલું રાખી હતી. આ દરમિયાન હાલમાં રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ આયોજીત લોક દરબારમાં નિતેશ સાવલિયાએ જતીન જાજલ વિરુદ્ધ વ્યાજખોરીની ખોટી અરજી કરી પોલીસ વિભાગને ગેરમાર્ગે દોર્યું છે. આ અરજી સંદર્ભે સદર પોલીસ ચોકી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા જતીન જાજલનું નિવેદન લેવામાં આવ્યું છે તેમજ જતીન જાજલ દ્વારા પણ રાજકોટ પોલીસ કમિશનરને નિતેશ સાવલિયા વિરુદ્ધ એક અરજી આપી ન્યાયની માંગણી કરવામાં આવી છે.

CA જતીન જાજલને બદનામ કરવાનો અને પૈસા પડાવવાનો કારસો

નિતેશ સાવલિયા વિરુદ્ધ જતીન જાજલે પોલીસ કમિશનરમાં અરજી કરી

જતીન જાજલે નિતેશ સાવલિયા વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે, નિતેશ વલ્લભભાઈ સાવલિયા કે જે નામની વ્યક્તિ ખૂબ જ ધાકધમકી, માનસિક ટોર્ચર, આબરૂને નુકસાન થાય તેવા પ્રયત્ન કરી યેનકેન પ્રકારે હેરાન કરે છે. તેઓ મારા વિરુદ્ધ સદંતર ખોટી અરજીઓ કરે છે. અગાઉ તા. 06/07/2021 ના રોજ મારા સમક્ષ પોલીસ કમિશનરને ખોટી અરજી કરેલી, જે અર્થે મને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. મે સંપૂર્ણ હકીકત પોલીસ ખાતાને આપેલી ઉપરાંત બેન્કના લોન અધિકારીને પણ બોલાવીને પોલીસ વિભાગે સ્ટેટમેન્ટ લીધેલા હતા અને તે તાપસમાં પોલીસને પણ કોઈ છેતરપિંડી, વિશ્વાસઘાત થયેલ હોય તેવું જણાયેલ ન હતું. આ વાતને આશરે દોઢ વર્ષ વીતી ગયું છે. પરંતુ નિતેશ વલ્લભભાઈ સાવલિયા અવારનવાર મને ફરી ધમકાવે છે કે પૈસા આપ નહીંતર હું તમારા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવીશ એવી ધમકી આપે છે. ત્યારપછી તેઓ મારા ઘરે આવી ને મારા ઘરનાઓને પણ ધમકાવેલ છે. આખી શેરીમાં જોરજોરથી અસભ્ય ભાષામાં વાતો કરે અને ધમકાવે છે.

દિવાળીના સમય તા. 24/10/2022ના રોજ અમારા ઘરે આવેલા હતા. હું મારા રૂમમાં સૂતો હતો ત્યારે ઘરના વ્યક્તિઓ સાથે ગેરવર્તન કર્યું અને ઘરની બહાર સ્કૂટર પર બેસીને ઘરનાઓને ડરાવતો ધમકાવતો હતો. થોડો સમય અમો ડરના માર્યા કોઈ બહાર નીકળેલા ન હતા. તો પણ ઘણા સમય સુધી તે ત્યાં બેસીને જોર જોરથી ધમકીઓ બોલતા હતા. અંતે ના છૂટકે હું બહાર નીકળીને મે તેમને અહીંથી જતા રહેવાનું કહ્યું. તે દિવસના અમારા ઘરના સીસીટીવી વિડીયો અને ફોન કોલ લિસ્ટ આ સાથે સામેલ કરું છું. મે જણાવ્યું કે હું પોલીસ બોલાવીશ તો કહે કે (નિલેશ કહે) “હું દવા/ઝેર પી લઇશ અને તારા નામ લખીને તને અને તારા આખા પરિવારને ફિટ કરી દઈશ” આવા ઉંચારણથી હું ગભરાઈને પોલીસને ફોન ન કરેલો અને ઘરમાં જતો રહ્યો. પછી થોડા સમય પછી તેઓ પણ જતા રહ્યા પરંતુ આખો દિવસ ફોન કરીને ટોર્ચર કરતા રહ્યા. આવી અવારનવાર મળતી ધમકીઓથી હું ત્રસ્ત થઈ ગયો છું. મારી વિનંતી છે કે આવા અસામાજીક તત્વો સમક્ષ તુરંત જ કાર્યવાહી કરીને તેની અટક કરે અને ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે એવી એક અરજી નિતેશ સાવલિયા વિરુદ્ધ જતીન જાજલે પોલીસ કમિશનરમાં કરી છે.

જતીન જાજલ પાસે પોતે નિર્દોષ હોવાના તમામ પુરાવાઓ

સૌરાષ્ટ્ર એગ્રો પ્રા. લિ.ના નિતેશ સાવલિયા પૈસા પડાવવા અને બદનામ કરવાના હેતુસર સી.એ. જતીન જાજલને હેરાન-પરેશાન કરી રહ્યા હોવાના તેમજ ધાક-ધમકી આપતા હોવાના તમામ પુરાવાઓ જતીન જાજલ પાસે છે. સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, નિતેશ સાવલિયા વગર વાંકે જતીન જાજલ વિરુદ્ધ ખોટી અરજીઓ અને માંગણીઓ કરીને તેમની શાખ ખરડાવવાના પ્રયત્ન કરી પૈસા પડાવવા માંગે છે.