કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટનો રીપોર્ટ: સૌથી વધુ બિહારનાં છતાં અનેક રાજયોનાં ડેટા ઉપલબ્ધ નથી
દેશભરમાં છેલ્લા ચાર વર્ષથી 36000 કરતા વધુ બાળકો લાપતા છે અને તેમનો કોઈ અતોપતો ન હોવાનો સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં જવાબ રજુ કરવામાં આવ્યો હતો. જોકે ગુમ બાળકોને શોધવામાં પોલીસે ઘણી સારી કામગીરીનો પણ દાવો કરાયો હતો જે મુજબ ચાર વર્ષમાં કુલ 3 લાખ બાળકો ગુમ થયા હતા તેમાંથી મોટાભાગનાને શોધી કાઢવામાં આવ્યા હતા. ફરીયાદીનાં વકીલ તરફથી સુપ્રિમ કોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે રાજયોનાં અનેક કેસોમાં બાળ તસ્કરી કરતી ગેંગના સભ્યોને સ્થાનીક પોલીસ છાવરે છે અને દેશવ્યાપી તપાસ માટે સીપીઆઈ જેવી એજન્સીને જવાબદારી સોંપવી જોઈએ.
- Advertisement -
સરકાર વતી એડીશ્નલ સોલીસીટર જનરલ ઐશ્ર્વર્યા ભટ્ટીએ અદાલતને ક્હયું કે ‘ખોયા-પાયા’ પોર્ટલ ઉપરાંત કેન્દ્ર સરકારે બાળકોના ગુમ થવાના કેસો બાળ તસ્કરી યુનિટને ટ્રાન્સફર કરવાની પણ સલાહ આપી છે. પરિવાર દ્વારા બાળક ગુમ થયાની ફરીયાદનાં ચાર ચાર માસ પછી પણ પતો ન લાગે તો આવા કેસ યુનિટનો ટ્રાન્સફર કરવાનું કહેવાયું છે. બાળકોનાં અપહરણનાં કેસો રોકવા તથા તેઓના રક્ષણ માટે દરેક જીલ્લામાં એન્ટી-હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ રચવા તથા તેને અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને 100 કરોડની આર્થિક સહાય પણ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટમાં પેશ સ્ટેટસ રીપોર્ટ પ્રમાણે સેંકડો-હજારો પરિવારો ગુમ થયેલા વ્હાલસોયા સંતાનો પાછા આવવાની વર્ષો સુધી રાહ જોતા હોય છે. વર્ષોથી નહીં મળેલા 36000 થી વધુ બાળકોમાંથી 24000 માત્ર બિહારના છે. મધ્યપ્રદેશમાં 58667 બાળકો ગુમ થયા હતા. તેમાંથી 45585 ને ચાર માસમાં જ શોધી લેવાયા હતા. હજુ 3955 નો કોઈ અતોપતો નથી. બિહારની જેમ ઓડીશામાં વર્ષ 2020 થી 23291 બાળકો ગુમ થયા હતા. તેમાંથી હજુ 4852 મળ્યા નથી. મહારાષ્ટ્રમાં 10554 બાળકો ગુમ થયા હતા. તેમાંથી 2592 નો કોઈ અતોપતો નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે, અનેક યાદી આપવા છતાં દિલ્હી, પંજાબ, નાગાલેન્ડ, ઝારખંડ, તામીલનાડુ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર તથા આંધ્રપ્રદેશ જેવા રાજયોએ ગુમ બાળકોનાં રીપોર્ટ આપ્યા નથી.