– વિશ્વના 20થી વધુ દેશોમાં મંકીપોક્સ વાયરસ ફેલાયો
દુનિયાના 20 થી વધારે દેશોમાં ફેલાઈ ચૂકેલા મંકીપોકસ વાયરસના કારણે ભય ફેલાઈ ચૂક્યો છે. રાહતની વાત એ છે કે આ વાયરસ હજુ સુધી ભારત પહોંચ્યો નથી. ભારતમાં મંકીપોકસનો કોઈ કેસ સામે આવ્યો નથી. પણ ફરીથી કોઈ મહાસંકટ ન આવે માટે તેના સામે બચવા માટે મેડિકલ જગતમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને શુક્રવારે ટ્રીટમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ બનાવટી કંપની ત્રિવિત્રન હેલ્થકેરે જાહેરાત કરી હતી કે ભારતમાં મંકીપોકસના સંક્રમણની જાણકારી મેળવવા માટે રિયલ ટાઈમ પીસીઆર બેઝ્ડ કીટ વિકસાવવામાં આવી છે.
- Advertisement -
વિશ્વભરમાં લગભગ 200 કેસની પુષ્ટિ થઈ
નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વ હજુ કોરોનામાંથી બહાર આવ્યું નથી કે આ વાયરસના વધતા સંક્રમણે સનસનાટી મચાવી દીધી છે. આ વાયરસ એક સમયે પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના દેશો સુધી સીમિત હતો પરંતુ હવે તે વૈશ્વિક સ્તરે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનું સંક્રમણ 20 થી વધુ દેશોમાં ફેલાયું છે. વિશ્વભરમાં લગભગ 200 કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે 100 થી વધુ શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.
ઓર્થોપોક્સ વાયરસ જીન સાથે સંબંધિત
- Advertisement -
એક હેલ્થકેર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું હતું કે ભારત હંમેશા વિશ્વને મદદ કરવામાં અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી દરમિયાન, ભારતે વિશ્વને ખૂબ જ ઉત્સાહથી મદદ કરી હતી. વિશ્વને અત્યારે મદદની જરૂર છે. એક તરફ યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના જણાવ્યા અનુસાર મંકીપોક્સ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ જીનસ સાથે સંબંધિત છે.
આ ચાર જીન RT-PCR કીટ છે જેના દ્વારા ઓર્થોપોક્સ ગ્રુપના વાયરસ ઓળખવામાં આવે છે. આ કિટ સૌપ્રથમ ઓર્થોપોક્સ ગ્રુપના વાયરસને ઓળખે છે. પછી અનુક્રમે મંકીપોક્સ અને શીતળા વાયરસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. અંતે તે માનવ કોષમાં આંતરિક નિયંત્રણ શોધી કાઢે છે. હાલમાં આ કીટ માત્ર સંશોધન માટે જ ઉપલબ્ધ છે. ત્રિવિત્રનની ભારત, યુએસએ, ફિનલેન્ડ, તુર્કી અને ચીનમાં પણ શાખાઓ છે.