અરવલ્લી એસ.ઓ.જી પોલીસે મોડાસા તાલુકાના તખતપુરામાં ખેતરમાં નશીલા પદાર્થ ગાંજાની વાવણી કરેલા ૪૮ છોડ ઝડપી પાડયા

વધું મળતી માહિતી મુજબ અરવલ્લી એસ.ઓ.જી પી.આઇ શ્રી જે.પી.ભરવાડ અને સ્ટાફના માણસો જિલ્લા વિસ્તારમાં એસ.ઓ.જી ચાર્ટર મુજબ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અ.હે.કો કલ્પેશસિંહ કરણસિંહ ને મળેલ બાતમીના આધારે મોડાસા તાલુકાના તખતપુરમાં બાતમી વાળા ખેતરમાં તપાસ કરતાં કપાસની ખેતીની આડમાં ગેરકાયદેસર ગાંજાના ૪૮ છોડનું વાવેતર કરેલું મળી આવ્યું હતું.

સુરજીભાઇ થાવરાભાઈ અસારી રહે. તખતપુરા, તા. મોડાસા, જિ. અરવલ્લી. મળી આવતાં ગાંજાના છોડની વાવણી બાબતે પુછપરછ કરતાં તેમના પાસે કોઇ પાસ ન હોવાથી, અંદાજે ૪૬,૬૩૦/- રૂપિયાના ગાંજાના છોડ કબજે લઇ તેમના વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોફીક સબસ્ટનન્સીસ (NDPS) એક્ટ. મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે….

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.