અરવલ્લી જીલ્લાના બાયડ મોડાસા માર્ગ પર ધનસુરા પોલીસની હદમાં ખેડા ગામની સીમમાં રાજ્ય ધોરીમાર્ગ પર પુરપાટ ઝડપે આવતી એસ ટી બસે મોપેડને ટક્કર મારી કડુચલો વાળી દઈ મોપેડ ચાલક આધેડને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યાની ઘટના બન્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આજરોજ બપોરે ૧૧-૩૦ કલાકેબાયડ – મોડાસા રાજ્ય ધોરીમાર્ગ પર ખેડા ગામની સીમમાં બાયડ – અંબાજી એસટી બસ નં- GJ-18-Z-3817 ના ચાલક જુગારભાઇ લલ્લુભાઈ પ્રજાપતિએ ફુલ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી એક એવી એક્ટીવા મોપેડ નંબર GJ-09-CJ-5115 ને ટક્કર મારતાં એક્ટીવાના ચાલક વસંતભાઇ ચુનીલાલ સુથાર ને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજયું હતું.