સૌરાષ્ટ્ર-ગુજરાતના કિસાન નેતાઓ અને સહકારી આગેવાનો માટે રેડ એલર્ટ

કેન્દ્ર સરકારના ‘વટહુકમ’ની થનારી ગંભીર અસરનો એક્સ-રે રિપોર્ટ

અનિરુદ્ધ નકુમ

માનો કે ન માનો પણ ખાસખબર ને મળેલી ચોંકાવનારી વિગતો મુજબ આગામી વર્ષોમાં માર્કેટિંગ યાર્ડનો યુગ ખતમ થવામાં છે! જો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ પોતાની સાત અને ખેડૂતોની વોટબેન્ક પરનો પ્રભાવ જાળવી રાખવો હોય હાલના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં આમૂલ ફેરફાર કરવો પડશે.

કેન્દ્ર સરકારને નવા વટહુકમો મુજબ કોઈપણ માર્કેટિંગ યાર્ડમાં એક વ્યક્તિ સતત બીજી ટર્મમાં ચેરમેન બની ન શકે. યાર્ડમાં સુકાન માટે શોપ લાઇસન્સ આપવાની સત્તા પણ માર્કેટિંગ યાર્ડની સત્તાધારી ટીમને બદલે ગાંધીનગર ખેતી નિયામકના હવાલે કરી અને ખેડૂતો માર્કેટિંગ યાર્ડને બદલે સીધી બજારમાં બારોબાર જણસી વેચે તો પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઉઘરાવવામાં આવતી શેષ હવે ઉઘરાવી શકાશે નહીં. સરકાર એ વાત સુપેરે જાણે છે કે કહેવાતા ખેડૂત નેતાઓ ગ્રામ્ય લેવલે સહકારી મંડળીઓ ઊભી કરી એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (એપીએમસી: ખેત ઉત્પન્ન બજાર કે માર્કેટિંગ યાર્ડ)માં સત્તા સ્થાને ચડી બેસે. સરકારના વટહુકમ મુજબ માર્કેટિંગ યાર્ડની સત્તામાં ધરખમ કાપ અને આવક પણ તદ્દન માર્યાદિત થઇ જતા આવનારા સમયમાં યાર્ડના સાર્થક રાજકારણમાં ટકી રહેવા માંગનારા લોકોએ યાર્ડ નવીનીકરણ વિશે વિચારવું પડશે અન્યથા હાલના માર્કેટિંગ યાર્ડની હાલત એસટીડી-પીસીઓ જેવી નિર્થક બની જશે.

માર્કેટિંગ યાર્ડોએ પોતિકા અસ્તિત્વ જાળવી રાખવા શું કરવું જોઈએ? તે અંગે ‘ખાસ-ખબર’ને આપેલી મુલાકાતમાં નાગજીભાઈ ભાયાણી (મો.નં.98248 41162) નામના ક્રાંતિકારી કૃષિ તજજ્ઞએ જણાવ્યું કે યાર્ડના સત્તાધીશો પાસે કેટલાક વિકલ્પો જરૂરી છે પરંતુ તેના પર અમલ નહિ થાય તો આવનાર વર્ષોમાં માર્કેટિંગ યાર્ડોનું અસ્તિત્વ નામશેષ થઇ જશે તે નક્કી છે. કૃષિ તજજ્ઞ નાગજીભાઈના કહેવા મુજબ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ ‘હોતી હૈ..’ ‘ચલતી હૈ…’ની માનસિકતામાંથી બહાર આવી ખેતપેદાશો માટે ક્લિનિંગ, ગ્રેડિંગ અને પેકિંગ તેમજ વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજની શ્રૃંખલા સર્જવી પડશે.

આ સઘળી વ્યવસ્થા માટે માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આવતા ગ્રામ્ય ક્ષેત્રમાં જમીન એક્વાયર કરવી પડે અને ત્યાં જીઆઇડીસીની પેટર્ન મુજબ યાર્ડ પોતાનું ક્લસ્ટર ડેવલપ કરે અને તેમાં ક્લિનિંગ, ગ્રેડિંગ અને પેકિંગની જાયન્ટ આધુનિક મશીનરી (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) વસાવે અને વેરહાઉસમાં જણસ મૂકી તેની રિસિપ્ટ ખેડૂતને આપીને રસીદના આધારે જણસના મૂલ્ય પ્રમાણેનું બેન્ક ધિરાણ પણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આવા તમામ આમૂલ પરિવર્તનો માટે યાર્ડના સત્તાધીશો તૈયાર નહીં થાય તો આવનારા વર્ષોમાં યાર્ડની હાલતમાં પણ મોબાઇલ યુગમાં હવે નિરર્થક થઇ પડેલા એસટીડી-પીસીઓ જેવી થઇ જશે!

વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજના ફાયદા
1) વેરહાઉસમાં મુકેલ માલ સરકારે અને માર્કેટિંગ ધારા 1939 એગમાર્ક બી.એસ.આઈ. ધારો 1986 અને ઓર્ગેનિક ધારો 2009ના મુજાબો હોઈ અને એપીએમસી પોતે ઇનામ યોજનાની છે. ભારતભરની યક્ષફળના રજીસ્ટર થયેલ મંડીઓમાં આશાનીથી પોતાનો માલ વેચી શકે.
2) અત્યાર સુધી યાર્ડમાં ખરીદી કરતા વેપારીઓ સીસી ગ્રેડ થયેલો માલ સારા ભાવે ખરીદી શકે અથવા માલ ખરીદીને તેજ વેરહાઉસમાં ફિઝિકલ હેરફેર કાર્ય વિના રાખી શકે.
3) એક્સપોર્ટ હાઉસોને તેને જોઈએ તેવો માલ ઇ-રિસિપ્ટ પર મેળવી શકે.
4) આ રશીદ પાર કોમોડિટી એક્સચેન્જ ળભડ્ઢ કે ક્ષભમયડ્ઢ (વાયદા બજાર)માં એક્સપર્ટ ની સેવા અને સલાહ લઇ ફોરવર્ડ સોડા કરી શકે પોતાના માલનું રિસ્ક મેનેજમેન્ટ કે હેજિંગ કરી શકે.
5) સરકાર ટેકાના ભાવે વેરહાઉસથી જ ડાયરેક્ટ ખરીદી કરી શકે.
6) સરકાર પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સર્વિસ (ામત) માટે વેરહાઉસ પરથી ખરીદી કરી શકે.
7) ખેડૂત આ રશીદ પર બેંકમાંથી 70-80% રકમ મેળવી શકે.