મારિયા કોરિના મચાડોની નોબેલ શાંતિ પુરસ્કાર જીત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આસપાસ ચર્ચાના ચક્કર પછી આવી છે, જેઓ એવોર્ડ માટે સક્રિયપણે લોબિંગ કરી રહ્યા હતા.
શાંતિના નોબેલ પારિતોષિકનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ વખતે મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો છે. મારિયા કોરિના મચાડો (María Corina Machado) વેનેઝુએલાના એક અગ્રણી રાજકારણી અને વિપક્ષના નેતા છે. તેઓ દેશમાં લોકશાહી અને પરિવર્તન લાવવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે.
- Advertisement -
જાણો કોણ છે મારિયા કોરિના મચાડો
મારિયા કોરિના મચાડો (María Corina Machado) વેનેઝુએલાના એક અગ્રણી રાજકારણી અને વિપક્ષના નેતા છે. તેઓ દેશમાં લોકશાહી અને પરિવર્તન લાવવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. તેમનો જન્મ 7 ઓક્ટોબર 1967ના રોજ વેનેઝુએલાના કારાકાસમાં થયો હતો. તેઓ એક ઔદ્યોગિક એન્જિનિયર અને રાજકારણી પણ છે. હાલમાં તેઓ વેનેઝુએલામાં વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવે છે. તેઓ ‘વેન્ટે વેનેઝુએલા’ (Vente Venezuela) નામના રાજકીય પક્ષના રાષ્ટ્રીય સંયોજક છે. તેમણે 2011 થી 2014 સુધી વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી હતી. 2023ની વિપક્ષી પ્રાઇમરી ચૂંટણીમાં તેમને જબરજસ્ત 92% વોટ મળ્યા હતા, જેના કારણે તેઓ રાષ્ટ્રપતિ પદના મુખ્ય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા.
નોબેલ શાંતિ પુરસ્કાર એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ પુરસ્કારોમાંનો એક છે, જે આલ્ફ્રેડ નોબેલની ઇચ્છા અનુસાર સ્થપાયેલા છ નોબેલ પુરસ્કારોમાંથી એક છે. નોબેલ શાંતિ પુરસ્કારની સ્થાપના આલ્ફ્રેડ નોબેલ (સ્વીડિશ રસાયણશાસ્ત્રી અને ડાયનામાઇટના શોધક) કરી હતી. 1901માં પ્રથમ વખત આપવામાં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- Advertisement -
નોબેલ પારિતોષિક આપવાનો હેતુ શું?
આ પુરસ્કાર આપવાનો હેતુ એ છે કે આલ્ફ્રેડ નોબેલની વસિયત મુજબ, આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિ અથવા સંસ્થાને આપવામાં આવે છે જેણે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો વધારવા, સ્થાયી સેનાઓ નાબૂદ કરવા કે ઘટાડવા અને શાંતિ પરિષદો યોજવા કે પ્રોત્સાહન આપવા માટે સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી વધુ કાર્ય કર્યું હોય.
નોબેલ શાંતિ પુરસ્કાર 2024માં જાપાની સંસ્થા નિહોન હિડાંક્યો (Nihon Hidankyo) ને એનાયત કરવામાં આવ્યો હતો. આ સંસ્થા હિરોશિમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકો (હિબાકુશા)ની સંભાળ અને પરમાણુ શસ્ત્રોના વિરોધ માટે કામ કરે છે. જ્યારે 2023માં આ પુરસ્કાર ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને આપવામાં આવ્યો હતો.




