પ્રદૂષણ પરના સંશોધન મુજબ, વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 74 ભારતમાં છે.
હવા અને ધ્વનિ પ્રદુષણ સાથે શરીરમાં જામતો બ્રેઈન સ્ટ્રોકનો ખતરો
- Advertisement -
ભારતમાં પ્રદુષણની સમસ્યામાં દિલ્હી એ અનેક વખત ગેસ ચેમ્બર બની ગયું હોવાના અહેવાલો આપે છે. વાયુ પ્રદુષણની ચિંતા સૌથી વધુ કરીએ છીએ પણ વિશ્વના ટોચના 100 શહેરોમાં વાયુ અને ધ્વની પ્રદુષણમાં ભારતના 74 શહેરોનો સમાવેશ થાય છે છતા પણ તેના પર ભાગ્યે જ કોઈ ચિંતા થાય છે.
હવામાં પ્રદુષણ અને ટ્રાન્સપોર્ટેશનનાં જે અવાજો છે તેના કારણે બ્રેઈન સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. હવાના પ્રદુષણના કારણે બ્રેઈન સ્ટ્રોકનો ખતરો 9% અને અવાજના પ્રદુષણના કારણે આ ખતરો 6% સુધી વધી જાય છે. આ બન્ને સમસ્યાઓ ગંભીર છે. હવાના પ્રદુષણ અને ટ્રાફિકના અવાજનુ પ્રદુષણ બન્નેનો સાથે ભારતીયો સામનો કરે છે. સ્વીડનની કરોલિસ્કા ઈન્સ્ટીટયુટના વાતાવરણ- પ્રદુષણ મેડીસીન સંસ્થાનું આ તારણ છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓએ યુરોપીયન સંઘ અને વિશ્વ વ્યાપાર સંગઠનના માપદંડોના આધારે આ તારણ આપ્યુ છે. જેમાં ભારત સહિતના દેશોમાં થયેલા અભ્યાસ મુજબ પ્રદુષણના પી.એમ. 2.5ના રજકણોની પ્રતિ ઘનમીટર માત્રા 5 માઈક્રોગ્રામથી વધુ હોય તો તેમાં બ્રેઈન સ્ટ્રોકનો ખતરો 9% વધી જાય છે.
આ જ રીતે ટ્રાફીક- ટ્રાન્સપોર્ટના અવાજોથી થતુ પ્રદુષણ 11 ડેસીબલથી વધુ હોય તો બ્રેઈન સ્ટ્રોકનો ખતરો 6% વધી જાય છે. ભારતમાં અનેક શહેરોમાં અવાજના પ્રદુષણની સમસ્યા વિશ્વમાં સૌથી વધુ છે અને તે 40 ડેસીબલ સુધી પહોંચી જાય છે. ભારત સહિતના દેશો જયાં આ બન્ને પ્રકારના પ્રદુષણની માત્રા સૌથી વધુ જોવા મળે છે અને ભાગ્યે જ તેનો કોઈ ઉપાય જોવા મળે છે. વધતા ટ્રાફિક અને તેના કારણે હવામાં જે પ્રદુષણ છે તે પણ વધતુ જાય છે. ખાસ કરીને હૈદરાબાદ, બેંગ્લોર જેવા મોટા મેટ્રો જયાં ઔદ્યોગીક પ્રવૃતિ પણ વધુ છે ત્યાં પ્રદુષણની માત્રા તેની તમામ મર્યાદાને ઓળંગી જાય છે. જર્નલ નેચર કોમ્યુનીકેશનના પ્રકાશિત એક અન્ય લેખમાં જણાવ્યું છે કે હવાના અને અવાજના બન્ને પ્રકારના પ્રદુષણમાં જયારે તે શરીરની અંદર જાય છે તો તે વ્યક્તિની વિચારવાની અને કેન્દ્રીત થવાની ક્ષમતાને પણ અસર કરે છે અને તેના કારણે તેનો ગુસ્સો વધી જાય છે. તાત્કાલિક કોઈ રીએકશન આપે છે જે તેના માટે નુકશાનકારક બને છે.