ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વકીલો સાથે બેઠક કરી, વિવિધ ટ્રિબ્યુનલોની સીટીંગ પણ રાજકોટમાં ગોઠવવામાં આવે
તેવી લાગણી

બેઠકમાં ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ સહિતના વકીલો રહ્યા ઉપસ્થિત

ખાસ-ખબર સંવાદદાતા

રાજકોટમાં ગઈકાલે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષ સંઘવીએ રાજકોટના વિવિધ સંગઠનોની રજૂઆત પણ સાંભળી હતી. જેમાં ગૃહ મંત્રીએ વકીલો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વકીલોને લગતા પ્રશ્નોમાં મુખ્યત્વે ગુજરાત હાઈકોર્ટની રાજકોટ અને સુરત ખાતે આપવા તેમજ ગુજરાતની વિવિધ ટ્રિબ્યુનલોના સીટીંગ રાજકોટ અને સુરત ખાતે ગોઠવવામાં આવે તેવી લાગણી પુન: વ્યક્ત કરવામાં આવી હતી.

ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રશ્ન પરત્વે હકારાત્મક વલણ દાખવી સરકાર કક્ષાએ ઘટતું કરવાની ખાતરી આપી હતી.


આ બેઠકમાં ભારતની આઝાદી સમયે ભારતમાંથી જુદા પડેલા અને અન્ય દેશોમાં નિવાસ કરતા હિન્દુ સમાજના જે નાગરિકો ભારતમાં નાગરિકત્વ પ્રાપ્ત કરવા ઇચ્છુક હોય તેવા નાગરિકોને કાયદાકીય અને વહીવટી દ્રષ્ટિએ સહાયભૂત બનવા અને રાષ્ટ્રીયતના દ્રષ્ટિકોણથી મદદરૂપ થવા તૈયાર હોય તેવા વકીલોની ટીમ તૈયાર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, લલિતસિંહ શાહ, તુલસીદાસ ગોંડલીયા, દિલીપભાઈ મીઠાણી, નલીનભાઈ પટેલ, પિયુષ ભાઈ શાહ, કમલેશભાઈ શાહ, ભગીરથભાઇ ડોડિયા, રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી પી. સી. વ્યાસ, ખઅઈઝ બાર એસોસિએશનના પ્રમુખ અજયભાઈ જોષી, રક્ષિત કલોલા, કિશોરભાઈ સખીયા, કિરીટ પાઠક, પરેશ ઠાકર કાર્તિકેય પારેખ, રજનીબા રાણા અને ચેતનાબેન કાછડીયા જયેશભાઇ સંઘાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટની જાણીતી હોસ્પિટલ પંચનાથ હોસ્પિટલના સંચાલકો દેવાંગ માંકડ, સંદીપભાઈ ડોડિયા, નીતિનભાઈ મણિયાર, મયુરભાઇ શાહ અને ડી.વી. મહેતા બેઠકના સ્થળે વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી.