જીરા સોડા પીતા જ 5 મિનિટમાં ઘાતકી અસર થઈ : 3ના મોત
ખાસ-ખબર ન્યૂઝ નડિયાદ
- Advertisement -
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓનાં મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરમાં દોઢ વર્ષ બાદ મોતનું તાંડવ ફરી થયું છે.
બિલોદરા નશીલા સિરપકાંડ બાદ રવિવારે (9 ફેબ્રુઆરી) મોડી રાત્રે અડધા કલાકમાં ટપોટપ ત્રણનાં મોત થયાં હતાં. મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે. જેથી લઠ્ઠાકાંડની આશંકા છે. જોકે, નજરેજોનારે કહ્યું છે કે, ત્રણેયએ જીરા સોડા પીતા જ 5 મિનિટમાં ઘાતકી અસર થઈ અને 3 કલાકમાં જ મોત થયું છે. આ સોડાકાંડ છે કે લઠ્ઠાકાંડ છે તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં અગત્યની બાબત એવી છે કે નજરે જોનારની અમે પૂછપરછ કરી હતી તેઓએ અમને જણાવ્યું કે, આ મૃતકો પૈકી કનુ ચૌહાણ ઝીરા સોડાની બોટલ લઈને આવ્યો હતો. જે સોડા આ લોકોએ પીધી હતી. નજરે જોનારને પણ સોડા પીવા કહ્યું હતું જોકે, તેણે ના કીધી હતી. સોડા પીધા બાદ રવિન્દ્રને વોમીટ થવા લાગી હતી અને તે બેભાન થઈ ગયા હતા. જેથી તાત્કાલીક તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતા. અન્ય બે વ્યક્તિઓને પણ તકલીફ થવા લાગતા તેઓને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યા ત્રણેયનું મોત થયું હતું.જઙ રાજેશ ગઢિયાએ જણાવ્યું કે એફએસએલ અધિકારીની હાજરીમાં સોડાની બોટલને ડસ્ટબિનમાંથી કબજે લેવામાં આવી છે. બોટલમાં કોઈ ઝેરી પ્રવાહી છે કે નહીં તેની તપાસ કરાશે. આ પીણુ પિધા બાદ તેમને ગંભીર અસર થઈ હતી. તપાસ કઈઇને સોંપવામાં આવી છે. ઝેરી પીણુ બોટલમાંથી ક્યાંથી આવ્યું? અને આ બોટલ ક્યાથી લીધી હતી? જેને પગલે બાજુની દુકાનમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, ત્યા તો ઘણા લોકો સોડા પીવા આવતા હોય છે. પરંતુ આ બોટલમાંથી જે ત્રણ લોકોએ સોડા પીધી હતી તે ત્રણ લોકોને જ આ ગંભીર અસર થઈ છે.
મિથેનોલ આલ્કોહોલની હાજરી નથી: SP
SP રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલીક પહોંચી હતી. મૃતકોના બ્લડ સેમ્પલને રાત્રે જ ઋજક માટે મોકલવામાં આવ્યાં હતા. બ્લડ રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલ પોઈન્ટ 1 છે. ત્રણ વ્યક્તિઓ છે જેમાં બેમાં પોઈન્ટ 1 છે અને એકમાં પોઈન્ટ 2 છે અને મિથેનોલ આલ્કોહોલની હાજરી ઝીરો આવેલી છે.