By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    5 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    7 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કિટીપાર્ટી: લાઇફ એન્જોય કરવાનો શોર્ટકટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કિટીપાર્ટી: લાઇફ એન્જોય કરવાનો શોર્ટકટ
Author

કિટીપાર્ટી: લાઇફ એન્જોય કરવાનો શોર્ટકટ

Khaskhabar Editor
Last updated: 2024/01/06 at 5:36 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ બધાજ કિટીપાર્ટી શબ્દથી પરિચિત બની ગયા છે

ભારતમાં કિટીપાર્ટીની શરૂઆત 1950માં ભાગલા પછી થઇ હતી. જ્યાં મધ્યમવર્ગની મહિલાઓ માટે આ બચત યોજના હતી. ઘરમાં રહેતી, ના કમાતી સ્ત્રીઓ તેમની જરૂરીયાત પૂરી કરવા આનંદ સાથે પૈસા બચાવવાના ઉદ્દેશથી જોડાતી હતી. જ્યાં બહુ બધી સ્ત્રીઓ દર મહીને એકત્રિત થઇ અમુક રકમ જમા કરાવે અને ચિઠ્ઠીમાં જેનું પણ નામ આવે તે એકત્રિત રકમ એક સાથે લઇ શકે અને એક સાથે મોટી રકમ થી તેમની જરૂરતને સહેલાઈથી જરૂરત પૂરી કરી શકે એજ ઉદ્દેશ હતો.
ત્યાર બાદ 1980નાં દાયકામાં કિટીપાર્ટીઓ શ્રીમંત મહિલાઓમાં બહુ લોકપ્રિય બની ફેશન અને આનંદપ્રમોદનું સ્થાન લેવા લાગી. ભારતમાંથી ભારતીઓ સાથે આ થીમ ડાયાસ્પોરા જગત સાથે બહારના દેશોમાં પણ પ્રચલિત થઇ.
ઘર અને બાળકોમાં વ્યસ્ત રહેતી સ્ત્રીઓ માટે દેશ હોય કે પરદેશ પણ મિત્રોને મોકળાશે મળવા માટે, મરજી મુજબ થોડી પળોને જીવી લેવા માટે આનું મહત્વ ઘણું છે. આવી હળવાશની પળો તેમને નવયુવાન અને આનંદિત રાખે છે. આ ટોનિક એકધાર્યા જીવનમાં બદલાવ લાવે છે.
વર્ષો પહેલા સ્ત્રીઓ શાક સાફ કરવાના બહાને ઓટલે એકઠી થતી, એ ઓટલા પરિષદ તેમની માટે આખા દિવસનો થાક ઉતારવાની જગ્યા હતી. ત્યારે ટીવી જેવા મનોરંજનના કોઈ સાધનો નહોતા ત્યારે આસપાસની સ્ત્રીઓ એજ તેમનું સર્વશ્વ બની જતું. જ રીતે પુરુષો ચોતરે કે બજારમાં ભેગા થતા, અવનવી વાતો દ્વાર મનોરંજન કે જ્ઞાન મેળવતા. ત્યારે રોજીંદી આ સિવાય કોઈ પ્રવૃત્તિઓ નહોતી. આટલો આનંદ તેમનો દિવસભરનો થાક અને તણાવ ઓછું કરતા હતા.
આજે સુખ સુવિધાઓ વધુ મળતી ગઈ ત્યારે સમસ્યાઓ પણ વધારે વધી. સાથે કુટુંબપ્રથા અને પાડોશના વહેવારો ઘટતા ચાલ્યા. પરદેશની માફક પ્રાઈવેસીના નામે બાજુના ફ્લેટમાં કોણ રહે છે તે જાણવાની કે તેમની કામગીરીમાં દાખલ કરવાની જરૂર નથી એવું માનનારો વર્ગ વધવા લાગ્યો છે. આમ રોજીંદા સુખ દુ:ખના સાથી તરીકે માત્ર ફોન અને સોશ્યલ મીડિયા રહી ગયા છે. આવા સમયમાં સાચુકલા મિત્રોનું મહત્વ વધવા લાગ્યું છે.
કિટીપાર્ટીમાં સામાન્ય રીતે ફેશન, કપડાં, રસોઈની વાતો પછી દુનિયાભરના ગપાટા શરુ થાય. કિટીપાર્ટી એ માત્ર ભેગા થઈને એકબીજાની વાતો કરવા માટે નથી. કિટીપાર્ટી એટલે મેળાવડો નહિ પણ નિશ્ચિત મિત્રોનું એક સાથે ભેગા થવું. સામાન્ય રીતે અહી થોડા નિયમો રાખતા હોય છે. તેના પ્રમાણે દરેકે વર્તવાનું રહે છે. આમ થતા એકબીજા સાથેનું બોન્ડીંગ મજબુત બને છે. જેમ કે સુખ દુ:ખમાં દરેકે એકબીજાની સાથે ઉભા રહેવું, કે અહી થતી વાતો અહી પુરતીજ રહેવી જોઈએ. બીજાઓની વાતોમાં સમય બગાડ્યા કરતા અલગ શીખવા, જાણવાનો પ્રયત્ન થાય એ રીતે આયોજન કરવું… પદ્ધતિસરનું આયોજન વર્ષો સુધીની અખંડિત દોસ્તી અપાવી જાય છે.

- Advertisement -

ફ્રેન્ડસ, ફૂડ, ફોટા અને ફન સાથે જ્યારે નોલેજ પણ પીરસવામાં આવે

ફ્રેન્ડસ, ફૂડ, ફોટા અને ફન સાથે જ્યારે નોલેજ પણ પીરસવામાં આવે ત્યારે મજા સાથે જ્ઞાન બેવડો ફાયદો થાય છે. મળેલા નિરાંતના સમયનો સદુપયોગ કેમ કરવો એ ભેગા મળેલા મેમ્બર્સના હાથમાં હોય છે. આવી પાર્ટીઓમાં જુદાજુદા વર્કશોપની થીમ પણ રખાય છે, પેઈન્ટીંગ, કુકિંગ, યોગા સાથે આગળ વધીને હરણફાળ ભરતા ઈન્ટરનેટ સાથે કેવી રીતે તાલમેલ મેળવવો એ પણ શીખવી કે શીખી શકાય છે. નવરાત્રી જેવા તહેવારોમાં ગરબાના સ્ટેપ, મેકઅપ વગેરેની પ્રેક્ટીસ કરાતી હોય છે. ટૂંકમાં માત્ર મળવા અને જમવા ભેગા થવું એ નિયમ ના રાખતા ઘણું વધારે શીખી, જાણી શકાય છે.
વરસોથી પરદેશમાં રહીને પણ અમે દેશની સંસ્કૃતિ મજા કીટીમાં માણીએ છીએ. દરેક વખત કીટીની અલગ અલગ થીમ રાખવામાં આવે તો મજા બેવડાઈ જાય છે. હોસ્ટ થીમ નક્કી કરે છે પછી દરેક સભ્યો એ પ્રમાણે તૈયાર થાય છે. અલગ ડ્રેસિંગ કરવાનો આનંદ પણ વધારે હોય છે. જેમકે દિવાળી, હોળી જેવા તહેવારોને અનુરૂપ દરેક તૈયાર થવું, ભારતના અલગ અલગ રાજ્યોનું ડ્રેસિંગ, અલગ વ્યવસાયિક ડ્રેસિંગ, કે પછી બોલીવુડ થીમ પ્રમાણે ગેટ અપ. આમ અનેક રીતે થીમ નક્કી કરાય છે. તેને અનુરૂપ ફૂડ અને રમતો પણ રખાય છે. દરેકના હાથમાં લેટેસ્ટ ફોન તો ફોટા પાડવા એ કિટીપાર્ટીનો મહત્વનો ભાગ બની જાય છે.
અમેરિકા જેવા દેશમાં જ્યાં દુર દુર રહેતા મિત્રોને અવારનવાર મળવાનું ના બનતું હોય ત્યાં આવી પાર્ટીઓ ભેગા થઇ એન્જોય કરવા માટે ખાસ બની જાય છે. એમાય તહેવારોની વધારે મઝા માણવા કીટીમાં તેને અનુરૂપ તૈયાર થઇ ઘરમાં ઉત્સવ ઉજવવો કે બહાર રેસ્ટોરન્ટમાં ભેગા થવું એ સામાન્ય બની ગયું છે.
કાયમી દોડધામ પછી નિરાંતે સરખેસરખા મિત્રો સાથે સમય પસાર કરવો એ દરેકની ઈચ્છા હોય છે. અહી કોઈ પણ કામનો બોજો નથી હોતો કે ના પરિવારની ચિંતા. આવા સમયને દરેક સ્ત્રીઓ આનંદ, હળવાશથી મજાક મશ્કરી કરી ખુબ એન્જોય કરે છે.
જે કીટીમાં સંપ હોય એકબીજાની માટે કઈ પણ કરી છુટવાની ચાહ હોય ત્યાં પરિવાર કરતા પણ વધારે હુંફ અને સપોર્ટ મળે છે. અહીના સભ્યો ગમેતેવા પ્રસંગમાં જોડે ઉભા રહી સાથ આપે છે. ઘર કે જીવનમાં અચાનક આવેલી બીમારી કે શુભ અશુભ પ્રસંગમાં આ મિત્રોનો સાથ તમને અડીખમ રાખે છે.
મિત્રો ઘણા હોય પરંતુ કીટીમાં એકત્રિત મિત્રો પરિવાર ગણી એકબીજાને વધુ સમજે છે મદદ કરવી એ ફરજ માને છે. “મિત્રો વિના જીવન અધૂરું છે, દુનિયાના કોઈ પણ છેડે સાચા અને સારા મિત્રો એકલતાને પાસે આવવા દેતા નથી.”

You Might Also Like

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

TAGGED: EnjoyLife, KittyParty
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પહેલા, બીજા, ત્રીજા જુગની વાતો ભૂલીને વર્તમાનમાં જીવવાનું રાખીએ
Next Article આવતીકાલથી રાજકોટમાં GPSB એક્સ્પો-2024

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?