આજરોજ કેશોદ તાલુકાના ધાબાવડ ગામે જલ જીવન મિશન અંતર્ગત વાસ્કો યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષ શ્રી મધુબેન હમીરભાઈ ચાવડા, તલાટી મંત્રી પ્રવીણસિંહ બાબરિયા અને ગામના આગેવાનો અને વાસ્મો ટીમના મેમ્બર સંજયભાઈ ખીમાણી તેમજ નિકીતાબેન કણસાગરા હાજર રહ્યા હતા વાસ્મો યોજનામાં મંજૂર થયેલ ઘટકો સંપ – 1 લાખ લીટર, વિતરણ પાઈપલાઈન,ઘોડી સિસ્ટમ, કૂવો રીપેરીંગ, પંમ્પરીંગ મશીનરી, વગેરે કામોનું અંદાજીત રકમ 18.12 લાખ જેવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેથી ઘરે ઘરે જળ જીવન મિશન અંતર્ગત છેવાડાના ઘર સુધી શુદ્ધ અને નિયમિત પાણી મળી રહે.

રિપોર્ટર :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ