માત્ર રેલનગર વિસ્તાર જ નહીં, રાજકોટની શૈક્ષણિક શાન છે કર્ણાવતી સ્કૂલ
GSEBમાં પણ CBSE સમકક્ષ લેંગ્વેજ લેબ અને રોબોટિક્સ સ્કૂલની ફેસિલિટી
- Advertisement -
કર્ણાવતી સ્કૂલના સંચાલક રમેશ પાંભર અને અશોક પાંભરએ જણાવી શાળાની વિશેષતાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજની શાળા આપણા સંતાનોના આગામી સમયનો પાયો નાખે છે. તેમનું ભાવી જીવન તૈયાર કરી કારકિર્દીની કેડી કંડારે છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં બાળકો ઘરથી વધુ સમય રહેતા હોય છે. અને એટલે જ જેમ સંતાનોને પરિવાર અને આસપાસમાંથી સારા સંસ્કાર અને જ્ઞાનની શક્તિ મળે તે કાળજી લેવાની માતા-પિતાની ફરજ હોય છે તેમ સંતાનો માટે એવી શાળા પસંદ કરવાની પણ માતા-પિતાની ફરજ છે જ્યાં હોય, શ્રેષ્ઠતમ સંચાલકો, ઉત્તમ શિક્ષકો, શૈક્ષણિક સાધન અને સુવિધાઓનો સમન્વય.
- Advertisement -
રાજકોટ આધુનિક એજ્યુકેશનનું હબ બની ગયું છે ત્યારે શેરીએ-ગલીએ અસંખ્ય નાની-મોટી શાળાઓ ખુલી ચૂકી છે. આ સમયે શ્રેષ્ઠતમ સંચાલકો, ઉત્તમ શિક્ષકો, શૈક્ષણિક સાધન અને સુવિધાઓનો સમન્વય ધરાવતી અમુક જ શાળા છે અને એ શાળાઓ પૈકીની એક શાળા છે, શહેરના અતિ ઝડપથી વિકસતા વિસ્તાર રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ. રેલનગર, માધાપર ચોકડી, જામનગર રોડ જેટલા ઝડપી વિકસી રહ્યા છે તેટલા જ ઝડપથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને વિકસિત-શિક્ષિત કરવાનું કાર્ય કરતી શાળા કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ છે તેમ કહી શકાય. કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો રમેશ પાંભર અને અશોક પાંભરે પોતાની સ્કૂલની ખાસિયત વિશે રસપ્રદ માહિતી આપી હતી.
કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં હાલ ગુજરાત બોર્ડ કાર્યરત છે તેમ છતાં વિદ્યાર્થીઓના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી અહીં ગુજરાત બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સીબીએસઈ સમકક્ષ શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમ કે, સીબીએસઈમાં આવતી લેંગ્વેજ લેબ અને રોબોટિક્સ સ્કૂલની ફેસિલિટી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એટલે કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલને ગુજરાત બોર્ડમાં ન હોય તેવી જરૂરી શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડતી સ્કૂલ કહી શકાય. આ સ્કૂલનો એકપણ વિદ્યાર્થી ક્યાંયપણ પાછો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
A ગ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે A+ ગ્રેડ રિઝલ્ટ = કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ
2020થી રાજકોટના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે. અહીં પ્લે-હાઉસથી લઈ ધો. 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સનું શિક્ષણ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવે છે. 300થી વધુનો શૈક્ષણિક સ્ટાફ અને 3000થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યાં ધરાવતી આ સ્કૂલ છેલ્લા પાંચ વર્ષથી એ ગ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એ પ્લસ ગ્રેડ રિઝલ્ટ માટે જાણીતી અને માનીતી બની ચૂકી છે. આ વિસ્તારની એકમાત્ર સ્કૂલ છે જ્યાં રમતગમતનું વિશાળ મેદાન સાથે ડિજિટલ ક્લાસરૂમ સહિતની તમામ સુવિધાઓ એક જગ્યાએ જ ઉભી કરવામાં આવી છે. શાંત, સ્વચ્છ, હરિયાણા વાતાવરણમાં સ્કૂલ બિલ્ડીંગ વિથ ગ્રાઉન્ડમાં કાર્યરત કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ડે એન્ડ રેગ્યુલર સ્કૂલ છે જેમાં પારિવારિક માહોલ વચ્ચે હોસ્ટેલ, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ સાથે ટ્રાન્સપોર્ટેંશન ફેસિલિટી અવેલેબલ છે. વાજબી ફીમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને ઉચ્ચ સંસ્કાર સાથે તમામ સુવિધા અને સલામતી મળી રહે તેવો સ્કૂલ સંચાલકોનો ધ્યેય છે.
CBSE કર્ણાવતી: રાજકોટમાં શરૂ થશે શહેરની સૌથી વિશાળ અને અત્યંત આધુનિક સ્કૂલ
રાજકોટના રેલનગરમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે તેની તદ્દન બાજુમાં કર્ણાવતી સીબીએસઈ સ્કૂલનું નિર્માણ કાર્ય ચાલું છે. અહીં 2026-27 સુધીમાં રાજકોટની સૌથી વિશાળ અને અત્યંત આધુનિક કર્ણાવતી સીબીએસઈ સ્કૂલ શરૂ થઈ જશે. આશરે સાડા ચાર એકર અને 2 લાખ 62 હજાર સ્કે. ફૂટમાં નિર્માણ પામનારી આ સ્કૂલમાં 750 સિટિંગ કેપેસિટી ધરાવતું ઓડિયો-વિઝ્યુઅલ થિયેટર ઉપરાંત ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ જેવી રમતો માટેનું સ્પેશિયલ ગ્રાઉન્ડ હશે. સૌરાષ્ટ્રના શૈક્ષણિક જગતમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલની જેમ જ કર્ણાવતી સીબીએસઈ સ્કૂલ એક રોલ મોડેલ સ્કૂલ બનશે એવું સ્કૂલ સંચાલક રમેશ પાંભર અને અશોક પાંભરે જણાવ્યું હતું.
પ્રાચિનતમ સાથે આધુનિકતમ વિચારધારાનો સમન્વય
કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ પ્રાચિનતમ અને આધુનિકતમ એમ બંને વિચારધારાઓનો સમન્વય સાધનાર શૈક્ષણિક સંસ્થા છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણી યજ્ઞ કરાવી અને પ્રસાદ વહેંચી કરવામાં આવે છે. સંસ્કારયુક્ત શિક્ષણ મળે તે હેતુસર અહીં દરેક ભારતીય તહેવારની સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી પણ કરવામાં આવે છે. વર્તમાન સમયને અનુરૂપ અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજી, સોશિયલ મીડિયા, ડાન્સ, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ વગેરે પર પણ એટલું ધ્યાન કેન્દ્રિત કરાઈ છે. દેશભક્તિના કાર્યક્રમ હોય કે ભારતને ગૌરવ અપાવતી ક્ષણોને વધાવવાની હોય.. આ સ્કૂલ દરેક બાબતમાં અગ્રેસર છે.
બેલેન્સ્ડ એજ્યુકેશન એક્ટિવિટી સિસ્ટમ
કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બેલેન્સડ એજ્યુકેશન એન્ડ એક્ટિવિટી સિસ્ટમ છે. મતલબ કે, વિદ્યાર્થીઓને માત્ર ભણાવવા કે માત્ર પ્રવૃત્તિઓ કરાવતા રહેવું એવું જ નહીં પરંતુ તેના માટે જે જરૂરી હોય તે જોઈતા પ્રમાણમાં કરાવવું. અહીં બાલમંદિરથી જ વિદ્યાર્થીઓને જેએનવી, બાલાછડી, એબ્ટીટ્યુડ તો બોર્ડના વિદ્યાર્થીઓને જેઈઈ-નિટના વર્ગો કરાવવામાં આવે છે. આ સાથે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ અને મોટિવેશન માટે એક અલગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. બીજી તરફ વિદ્યાર્થીઓ અલગઅલગ રમતગમતમાં આગળ વધે તેની પણ કાળજી લેવામાં છે. અહીં કરવામાં આવતી શૈક્ષણિક ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં દરેક વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ ભાગ લઈ શકે છે.