By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    14 hours ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    15 hours ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    3 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    14 hours ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    14 hours ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    15 hours ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    15 hours ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    7 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    6 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    7 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    14 hours ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    3 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ મહાપાલિકાના ઘન કચરા નિકાલમાં કડદો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ મહાપાલિકાના ઘન કચરા નિકાલમાં કડદો!
જુનાગઢ

જૂનાગઢ મહાપાલિકાના ઘન કચરા નિકાલમાં કડદો!

Khaskhabar Editor
Last updated: 2025/12/02 at 5:33 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

ઑનલાઇન ટેન્ડર રદ કરી રૂ.5.21 કરોડનું કામ જય વચ્છરાજ એજન્સીને !

ઘન કચરાના શંકાસ્પદ કૌભાંડના પડઘા ગાંધીનગર સુધી, તપાસ સોપાયાની ચર્ચા

- Advertisement -

થર્ડ પાર્ટીના અભિપ્રાય, વિલંબિત કામગીરી, સક્ષમને બદલે સ્ટ્રીટલાઈટ અધિકારીને જવાબદારી વગેરે મુદ્દે શંકા

જૂનાગઢ મનપાના કચરાના કડદામાં એક બાદ એક ગોટાળા અને બેદરકારીઓ સામે આવી રહ્યા છે. ઘન કચરાના નિકાલ માટે અગાઉ 4.28 કર કરોડનું જે કામ આપ્યું હતું તેની મુદ્દત ત્રણ માસની હતી, તેને બદલે સાત મહિના બાદ પણ એજન્સીનું એજ કામ પૂર્ણ થયું નથી અને મુદ્દત વધારવામાં આવી ન હતી છતાં પણ તેને બિલ ચૂકવી દેવાયું છે. એનજીટીની ગાઈડલાઈન મુજબ ટેન્ડર સહિતની પ્રક્રિયા માટે સક્ષમ અધિકારીને બદલે સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારીને કામગીરી સોંપવાનું પણ શંકાસ્પદ છે એ સંજોગોમાં પ્રકરણ ગાંધીનગર સુધી પહોંચ્યું છે. શહેરી વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જૂનાગઢ મનપાના સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારી અને તેને એસડબ્લ્યુએમ પ્રોજેક્ટના ઈન્ચાર્જ અધિકારી બનાવી દેવાયા છે તે અધિકારીએ તા.22-10-2024ના જય વચ્છરાજ રોડવેઝ એન્ડ અર્થ મુવર્સને 1.06 લાખ ટન કચરાના નિકાલ માટે 4.28 કરોડનું કામ શરૂ કરવા વર્ક ઓર્ડર આપી દીધો હતો. એજન્સીએ તા. 19-4-2025ના એસડબ્લ્યુએમ પ્રોજેક્ટ ઓફિસરને પત્ર લખ્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, ’આ કામગીરી અમારા વર્કઓર્ડર પ્રમાણે પૂર્ણ થવા પર છે, જો અમને નવું કામ આપવામાં આવે તો અમે વર્ક ઓર્ડરના ભાવ મુજબ કામગીરી કરવા તૈયાર છીએ’. 22 જાન્યુઆરી 2025ના મુદ્દત પૂર્ણ થાય છે છતાં પણ 19-4ના કામગીરી ચાલુ છે તેનો મતલબ સ્પષ્ટ છે કે મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ ત્રણથી ચાર માસ સુધી કામગીરી શરૂ હતી પરંતુ આ કામગીરીની મુદ્દત વધારવામાં આવી હોય તેવો રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ કામ પૂર્ણ ન થયું હોય તો તેનું બિલ ચુકવવામાં આવતું નથી અથવા તેને યોગ્ય કારણ હોય તો મુદ્દત વધારો મળે છે. મુદ્દત વધારા વગર એજન્સીને બિલ ચુકવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘન કચરાને લગતી તમામ મહત્વની કામગીરી જવાબદાર અને સક્ષમ અધિકારીને બદલે સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારીને સોંપી દેવામાં આવી છે. તે અધિકારી આ વિષયને લઈ કેટલા નિષ્ણાંત હોય કે એનજીટી, જીપીસીબી, સીપીસીબીની ગાઈડલાઈનનું કેવી રીતે પાલન કરાવી શકે તે પણ એક પ્રશ્ન છે. આ સમગ્ર કામગીરીમાં થર્ડ પાર્ટી એજન્સી તરીકે સી.સી. પટેલ એન્ડ એસોસિએટ અમદાવાદને કામગીરી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ થર્ડ પાર્ટી એજન્સીનો પણ એકાદવાર અભિપ્રાય લેવામાં આવ્યો છે. જ્યારે જ્યારે બિલ થાય ત્યારે લેવાનો થતો અભિપ્રાય પણ ન લેવાયો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જૂનાગઢ મનપાના કચરાના કડદાએ ભાજપના શાસકો અને કમિશનરની શાખને મોટું નુકસાન પહોંચાડયું છે. આ મુદ્દો ગાંધીનગર સચિવાલય તથા ભાજપના નેતાઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. હવે ક્યારે અને કઈ દિશામાં કેવી તપાસ થશે તે મહત્વનું બની ગયું છે.

જૂનાગઢ મનપા ઘન કચરાના જથ્થામાં વિસંગતતાના આક્ષેપો

- Advertisement -

વિપક્ષ નેતા લલિત પારસાણાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે, જાન્યુઆરી 2023 થી માર્ચ 2025 સુધીમાં 1,06,000 મેટ્રિક ટન કચરો હતો. જો જૂન 2025 સુધીમાં આ કચરો નિકાલ થયો હોય, તો તરત જ 1,29,040 મેટ્રિક ટન કચરો ક્યાંથી જમા થઈ ગયો? આંકડાઓની આ વિસંગતતા ટેન્ડરની રકમને ન્યાયી ઠેરવવા માટે કૃત્રિમ વધારો દર્શાવતી હોવાની શંકા છે. વિપક્ષ નેતા લલિત પારસાણાએ એમ પણ જણાવ્યું હતું કે કમિશનરના આદેશ છતાં અધિકારીઓએ સમયસર નવા ટેન્ડર બહાર ન પાડતા, છેલ્લા છ મહિનાથી જૂની એજન્સીઓને જ કરોડોના કામો આપીને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી રકમમાં વધારો કરવામાં આવ્યો છે, જે ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. સમગ્ર પ્રકરણ ગાંધીનગર સચિવાલયમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને શહેરી વિકાસ વિભાગ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

You Might Also Like

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનમાં મોટો હોબાળો… રાવલપિંડીમાં કલમ 144 લાગુ
Next Article લોએજના યુવકને જુગાર રમાડી રૂ. 60 લાખ પડાવ્યા, ધમકી આપી રૂ.1 કરોડની ઉઘરાણી અને ચેઇનની લૂંટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી
સોની વેપારીને મરવા મજબુર કરનાર મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્‍સો સામે ફરિયાદ
ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ
રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ગુજરાતજુનાગઢ

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?