188 રન 19મી ઓવરમાં ચેસ કરી ઇતિહાસ સર્જતી જૂનાગઢ મેયર ઇલેવન
ખાસ ખબરસંવાદદાતા
સુરત ખાતે હાલ ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે અમદાવાદ મેયર અને જૂનાગઢ મેયર વચ્ચે યોજાયેલી ઇન્ટર કોર્પોરેશન ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જૂનાગઢ મેયર ઇલેવન એ 189 રન 19 મી ઓવરમાં ચેઝ કરી ફરી ઇતિહાસ સર્જ્યો છે. જેમાં જૂનાગઢ તરફથી ભાજપના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશીએ 147 રનની ધૂઆંધાર બેટિંગ અને ખતરનાક બોલિંગ કરી 3 વિકેટ પણ લીધી હતી.સાથે પુનિતભાઈ શર્માની કેપ્ટનશીપ હેઠળ ટેકારૂપ બેટિંગથી ટીમ જૂનાગઢ મેયર ઇલેવન સુરતના આંગણે વિજયી બની છે.