By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    13 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    14 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    2 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    3 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    13 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    14 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    14 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    2 days ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    2 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    6 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    6 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    6 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    13 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    11 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    2 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    3 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    4 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિવાદીત થઈને પાછા ખેંચાઈ ગયેલાં નવાઝુદ્દીન સિદ્દીકીના પુસ્તકમાં છે શું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > વિવાદીત થઈને પાછા ખેંચાઈ ગયેલાં નવાઝુદ્દીન સિદ્દીકીના પુસ્તકમાં છે શું?
AuthorNaresh Shahમનોરંજન

વિવાદીત થઈને પાછા ખેંચાઈ ગયેલાં નવાઝુદ્દીન સિદ્દીકીના પુસ્તકમાં છે શું?

Khaskhabar Editor
Last updated: 2022/01/22 at 4:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

એન ઓર્ડિનરી લાઈફનો એકસ્ટ્રા ઓર્ડિનરી વિવાદ

શાહનામા
– નરેશ શાહ

કશુંક ખાવા માટે કે સસ્તી બસ કે મુંબઈની લોકલ ટ્રેનની ટિકિટ માટેના સુદ્ઘાં મારી પાસે પૈસા નહોતા… બધી જ દિશાઓમાંથી હતાશા મને ઘેરી વળી હતી. તમામ ખૂણેથી હું રિજેકટ થઈ ગયો હતો. સ્ત્રીઓ મને તરછોડી ચૂકી હતી. કાસ્ટીંગ ડિરેકટર્સ મને નકારી ચૂક્યા હતા. પાયાની જરૂરિયાત જેવા ભોજનના પણ સાંસા રહેતાં, હરરોજ… 2005થી 2007 વચ્ચે હું(મુંબઈમાં) ઘરવિહોણો હતો… મારો સંઘર્ષ કદી પૂરી ન થનારી કાળરાત્રિ જેવો લાંબો, વિકરાળ અને અનંત લાગતો હતો. દૂર દૂર સુધી અજવાળાંનું નામોનિશાન મને કળાતું નહોતું.

Contents
એન ઓર્ડિનરી લાઈફનો એકસ્ટ્રા ઓર્ડિનરી વિવાદશાહનામા – નરેશ શાહ

આ શબ્દો માઉન્ટેન મેન દશરથ માંઝી અને સહાદત હસન મન્ટોનું પાત્ર ભજવી ચૂકેલાં અને બાલ ઠાકરેનું કિરદાર પણ ભજવી ચૂકેલાં ટેલેન્ટેડ એકટર નવાઝુદ્દીન સિદ્દીકી (જન્મ : 1974)ના છે. મૂળ એ ઉતરપ્રદેશના બુધાના ગામનો કિશાન પુત્ર. એ ગામ જેની ઓળખ ગેહું (ઘઉં), ગન્ના (શેરડી) અને ગન (હથિયાર) તરીકેની હતી. આવી તળપદી અને ખરબચડી મિટૃીનું ફરજંદ એવો નવાઝુદ્દીન સિદ્દીકી 2017માં તેની ફિલ્મો (અને ભારતીય સમાજને ખળભળાવી ગયેલી મી ટૂ મુવમેન્ટ પહેલાં) કરતાં પણ વધુ ચર્ચાસ્પદ પોતાના પુસ્તક એન ઓર્ડિનરી લાઈફથી થઈ ગયો હતો. તેની ઓર્ડિનરી લાઈફની એબનોર્મલ જેવી વાતોએ એકસ્ટ્રા ઓર્ડિનરી ભૂચાલ મચાવી દીધો હતો.

- Advertisement -

રૂની ગાંસડીમાં પડેલાં તિખારા પછી થતાં ભડકા બાદ કોઈનું ધ્યાન આકર્ષક આતશબાજી પર રહેતું હોતું નથી એવું જ દમદાર એકટર નવાઝુદ્દીન સિદ્દીકીની સ્મરણગાથા કહેતાં પુસ્તક એન ઓર્ડિનરી લાઈફ સાથે થયું. એક રિ-કેપ એ કોન્ટ્રોવર્સીનો થઈ જાય. સાન ફ્રાન્સીસકો બેઈઝડ ભારતીય પત્રકાર-લેખિકા રિતુપુર્ણા ચેટરજી સાથે મળીને લખાવેલાં અને લખેલાં પુસ્તકની રિલીઝ પહેલાંના પ્રમોશનને ધ્યાનમાં રાખીને (કદાચ) તેના અમુક અંશનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. અંગે્રજી ભાષી પુસ્તકોમાં આ કોમન ટ્રેન્ડ છે. પુસ્તકની અમુક હાઈલાઈટસ જેવી વાત કે એકાદ ચેપ્ટરને સ્મૂધલી રિલીઝ કરવાનું યા થવા દેવાનું. એ વાંચીને જાગતી ઉત્કંઠાનો લાભ પછી એ પુસ્તકના વેચાણનો મળે તેવું એક નિર્દોષ ગણિત તેની પાછળ હોય છે પણ ક્યારેક એ આડું પણ ફાટે છે.

સેક્રેડ ગેમ્સના ગણેશ ગાયતુંડેના કેસમાં એવું જ બન્યું. નવાઝભાઈનું આ પુસ્તકમાં તેમના લગ્ન પહેલાંની રિલેશનશીપ વિશેનુંએક આખું ચેપ્ટર છે, પોતાની એક્સ ગર્લફ્રેન્ડની વાતો આલેખતાં રિલેશનશીપ્સ નામનાં એ ચેપ્ટરમાં કથિત ત્રણ ગર્લફ્રેન્ડ સાથેના ઈન્ટિમેન્ટ સંબંધોની વાત વિગતવાર કરવામાં આવી છે, એ પણ નામોલ્લેખ સાથે. તેની બસ્સો નવ પાનાંની સ્મરણ ગાથામાં આ ચેપ્ટર માત્ર સાત પાનાનું છે પણ તેણે સાત જન્મારા સુધી (નવાઝને) યાદ રહી જાય તેવી ચર્ચા જગાવી. ચર્ચા જગાવવાની બદલે આ ચેપ્ટરે એવો દવ (જંગલની આગ) લગાડયો કે આખરે નવાઝુદ્દીન સિદ્દીકીએ માફામાફી કરવી પડી. એટલું જ નહીં, પેંગ્વિન વાઈકીંગ જેવા આંતરરાષ્ટ્રીય પ્રકાશન હાઉસે પ્રસિદ્ઘ કરેલાં પોતાના પુસ્તક એન ઓર્ડિનરી લાઈફ પુસ્તકને પાછું પણ ખેંચી લેવામાં આવ્યું.

ઓફિશ્યિલી અત્યારે તે માર્કેટમાં અવેલેબલ નથી. બેશક, વિવાદનો ગરમ તાવિથો પૂંઠને દઝાડી ગયો અને ભૂલચુક લેવી-દેવીના ન્યાયે પુસ્તક પાછું ખેંચી લેવામાં આવ્યું(2017) એ પહેલાં જો કે, અમુક અઠંગ વાચકોના હાથમાં એ ઓનલાઈન વેચાણથી પહોંચી ગયું હતું.

- Advertisement -

નવાઝુદ્દીન સિદ્દીકીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના દિવસો દરમિયાનની પોતાની પ્રથમ ગર્લફ્રેન્ડ સુનીતા (યાદ રહે નવાઝે આખા ચેપ્ટરમાં સુનીતાની અટક સાથેનું આખું નામ લખ્યું નથી )ને ગણાવીને લખ્યું છે કે, સુનીતા હેડ ફોલન મેડલી ઈન લીવ વીથ મી. એ વખતે નવાઝમીયાં મુંબઈમાં મીરાંરોડ વિસ્તારમાં રહેતા હતા.

આ જ ચેપ્ટરમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ન્યુર્યોકની એક ખુબસુરત વેઈટ્રેસ અને ન્યુ જર્સીની સુઝાનની વાત પણ લખી છે. નવાઝ માટે સુઝાન મુંબઈ આવીને પોતાનો વિઝા અપડેટ કરાવ્યાં કરીને રહેતી હતી. આ મિસ લવલી નામની ફિલ્મનું શૂટિંગ (2010માં, આ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર સાથે 2012માં રિલીઝ થયેલી ) ચાલતું હતું. મીસ લવલીની હિરોઈન નિહારીકા સીંધ હતી. નવાઝમીયાંએ શૂટીંગના દિવસોમાં જ નિહારીકા સાથેનાં સંબંધને એવી રીતે દર્શાવ્યા છે કે જાણે, નિહારીકા અત્યંત વ્યાકૂળ (બેતાબ) હોય નવાઝુદ્દીન સિદ્દીકી માટે.

એ વખતે નવાઝ બેચલર હતો એટલે તેની રિલેશનશીપ્સ કે અફેર માટે દેખીતી રીતે આપણને વાંધો ન હોવો જોઈએ, પણ એવું આપણે સુનિતા અને નિહારીકા સીંધ માટે હરગિઝ ન કહી શકીએ. એન ઓર્ડિનરી લાઈફ પુસ્તકની આ વાતો જાહેરમાં આવી કે તરત સુનિતા અને નિહારીકા, બન્નેએ સોશ્યલ મિડિયા પર નવાઝને ઉધડો લીધો. એ વાજબી પણ હતું. સહમતિથી બંધાયેલાં સંબંધોને પણ તમે લાગતી વળગતી વ્યક્તિ (એ જીવીત અને સ્વસ્થ હોય ત્યારે તો ખાસ)ની જાણ બહાર પબ્લિકલી બોલો – ચર્ચો કે લખો એ સાચુકલા સ્ટેટમેન્ટ કરતાં તો સ્ટંટ જ વધુ લાગે. નિહારીકા સીંધે તો જાહેર ર્ક્યું કે એ (નવાઝ) મારા ઘેર વહેલી સવારના આવ્યો હતો અને તેણે મારી કોઈ ના-નુકરને સાંભળી નહોતી. આખરે મેં પણ…

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા વખતની ગર્લફ્રેન્ડ (બુદ્ઘા મર ગયા, એક ચાલીસ કી લાસ્ટ લોકલ, સંકેત સીટી, લેટેસ્ટ કેદારનાથમાં કામ કરનારી) અભિનેત્રી સુનિતા રાજવરે તો નવાઝુદ્દીન સિદ્દીકી પર બદનક્ષ્ાીનો દાવો ઠોક્વાના સ્ટેટમેન્ટ સાથે કહ્યું કે, નવાઝ તો સિમ્પથી સીકર (સીમ્પથી મેળવવા કરવાની વિકૃતિ ધરાવતો) છે

આફટર ઓલ, પોતાના રિલેશનશીપ્સની વાતોથી આવેલા રિએકશન પછી નવાઝુદ્દીન સિદ્દીકીને ભાન અને જ્ઞાન થયું કે કલમ ખોટી કચરાઈ ગઈ છે એટલે માફી માંગીને પુસ્તક પાછું ખેંચી લેવામાં જ શાણપણ છે.

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસારમાં રહેવું હોય તો જ્યાં આવશ્યક હોય ત્યાં જ બોલવું
Next Article બીચ સોકર: દરિયા કિનારે ફૂટબોલ- ગુજરાત ફૂટબોલનું ભાવિ સોપાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?