પંતની પણ તાબડતોડ ફિફ્ટી; પહેલા દિવસે ભારતનો સ્કોર 359/3
ગિલ કેપ્ટન તરીકે સેન્ચુરી ફટકારનાર પાંચમો ભારતીય બન્યો, જયસ્વાલે પણ ઇંગ્લેન્ડમાં પ્રથમ સદી ફટકારી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતીય ટીમે તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે મજબૂત શરૂઆત કરી છે. ટીમે શુક્રવારે મેચના પ્રથમ દિવસે પહેલી ઇનિંગમાં 3 વિકેટે 359 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ 127 અને રિષભ પંત 65 રન સાથે નોટઆઉટ રહ્યા. બંનેએ 138 રનની અણનમ ભાગીદારી કરી લીધી છે. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે 91 રનની ભાગીદારી કરીને ભારતને સારી શરૂઆત અપાવી, પરંતુ બ્રાયડન કાર્સ અને બેન સ્ટોક્સે લંચ બ્રેક પહેલાં બે વિકેટ લઈને સેશનમાં ઇંગ્લેન્ડની વાપસી કરાવી. અહીં કેએલ રાહુલ 42 અને ડેબ્યૂ મેચ રમી રહેલા સાઈ સુદર્શન ઝીરો પર આઉટ થયો. અહીંથી જયસ્વાલ અને ગિલે બીજા સેશનમાં 123 રન બનાવ્યા અને એકપણ વિકેટ ગુમાવી નહીં. દિવસના છેલ્લા સેશનમાં યશસ્વી જયસ્વાલ 101 રન બનાવીને આઉટ થયા. તેને બેન સ્ટોક્સે બોલ્ડ કર્યો. જયસ્વાલે ઇંગ્લેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી. તે આવું કરનાર પાંચમો ભારતીય બેટર બન્યો. અહીંથી કેપ્ટન ગિલે રિષભ પંત સાથે 138 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. ગિલે કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં સેન્ચુરી ફટકારી.પહેલા દિવસનું છેલ્લું સત્ર ભારતીય ટીમના નામે હતું. ભારતે 34 ઓવરના આ સેશનમાં 144 રન બનાવ્યા હતા. જોકે, ટીમને એક ઝટકો પણ લાગ્યો હતો.આ સેશનમાં કેપ્ટન શુભમન ગિલે સદી પૂરી કરી, જ્યારે પંતે અડધી સદી ફટકારી. ભારતે 82મી ઓવરમાં 350 રનનો આંકડો પાર કર્યો. બ્રાયડન કાર્સની ઓવરના પાંચમા બોલ પર પંતે ચોગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 350ને પાર પહોંચાડ્યો.
- Advertisement -
ગિલ સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન
શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય છે. તે વિજય હજારે (1951 વિરૂદ્ધ ઈંગ્લેન્ડ), સુનિલ ગાવસ્કર (1976 વિરૂદ્ધ ન્યુઝીલેન્ડ), દિલીપ વેંગસરકર (1987 વિરૂદ્ધ શ્રીલંકા) અને વિરાટ કોહલી (2014, ઓસ્ટ્રેલિયા)ની ક્લબમાં જોડાયો છે. સાત દેશો (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં ગિલની આ પહેલી સદી છે. ગિલ લાંબા સમય પછી ચોથા નંબર પર આવ્યો. તે કોહલીની જગ્યાએ આ સ્થાન પર રમ્યો.ગિલ (અણનમ 127) 65 રન બનાવીને ક્રીઝ પર હતા ત્યારે ઉપ-કપ્તાન ઋષભ પંત હતા. બંનેએ ચોથી વિકેટ માટે 138 રનની અતૂટ ભાગીદારી કરી છે. ગિલ ઇંગ્લેન્ડ પ્રવાસમાં પહેલીવાર ત્રણ આંકડા સુધી પહોંચ્યા હતા.