500 જેટલી યુવતિઓ ઓપરેશન પછી એક સરખી જ જોવા મળે છે!
- Advertisement -
ચીનમાં યુવતીઓને બેબી ફેસનું ઘેલું લાગ્યું છે. યુવતીઓ બાળક જેવો ચહેરો બનાવવા માટે કોસ્મેટિક સર્જરી કરાવવાના રવાડે ચડી છે અને એ માટે 1 કરોડ રૂપિયા સુધી ખર્ચી નાખે છે. લગભગ 500 યુવતીએ તો આ સર્જરી કરાવી લીધી છે.
મજાની વાત એ છે કે આ દરેક 500 યુવતી હવે એક સરખી દેખાવા લાગી છે. એ બધાના ચહેરા હમશકલ જેવા લાગે છે. ચીનમાં બેબી-ફેસ્ડ બ્યુટીની ઓપિનિયન લીડર (કેઓએલ)એ 500થી વધુ પ્રશંસકોને પોતાના કિલનિકમાં કોસ્મેટિક સર્જરી કરીને એક સરખા દેખાય એવા ચહેરા બનાવી આપ્યા છે. આ સર્જરી કરાવીને લોકોએ બાળક જેવો ચહેરો બનાવડાવ્યો છે. મોટી આંખ, ઉપસેલી નીચેની પાંપણ અને નાની દાઢી કરાવ્યા પછી ચહેરો યુવાન અને નિર્દોષ લાગતો હોવાનો દાવો કરવામાં આવે છે.
આવી કોસ્મેટિક નિર્દોષતા લાવવા માટે અનેક સેશન કરવા પડે છે અને બહુ પીડા વેઠવી પડે છે.