કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે 150 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન FDC દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દવાઓ દર્દીઓમાં વિવિધ પ્રકારની આડઅસરોનું કારણ બની રહી હતી. છેલ્લા 7-8 વર્ષથી, સરકારે સેંકડો એફડીસી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ છતાં આજ સુધી આ દવાઓ ડોકટરો દ્વારા લખવામાં આવે છે અને વેચાઈ પણ છે.
શું કામ પ્રતિબંધ મૂક્યો ?
કેન્દ્ર સરકારે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે આ દવાઓના સાઈડ ઈફેક્ટ વધુ થાય છે
પ્રતિબંધિત દવાઓ અને તેના સાઈડ ઈફેક્ટ આ મુજબ છે :
(1) મેફેનામિક એસિડ + પેરાસીટામોલ ઇન્જેક્શન.
સાઈડ ઈફેક્ટ
ગેસ્ટ્રિક રક્તસ્રાવ, લીવરને નુકસાન, કિડની ફેલ્યોર
(2) સેટ્રીઝિન + પેરાસીટામોલ + ફેનિલફ્રીન
સાઈડ ઈફેક્ટ
હાઈ બ્લડ પ્રેશર, લીવરને નુકસાન.
(3) લેવોસેટ્રીઝિન + ફેનિલફ્રીન + પેરાસિટામોલ
સાઈડ ઈફેક્ટ
હાઈ બ્લડ પ્રેશર, લીવરને નુકસાન.
(4) પેરાસીટામોલ + ક્લોરફેનિરામાઇન મેલેટ + ફિનાઇલ પ્રોપેનોલામાઇન
સાઈડ ઈફેક્ટ
હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓ, લીવરને નુકસાન, ગેસ્ટ્રિક રક્તસ્રાવ.
(5) કેમિલોફીન ડાયહાઈડ્રોકલોરાઈડ 125 ખલ + પેરાસીટામોલ 300 ખલ
- Advertisement -
સાઈડ ઈફેક્ટ
લીવરને નુકસાન, અલ્સર અને ગેસ્ટ્રિક રક્તસ્રાવ
FDC એટલે શું ? :
ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન એટલે કે FDCએ એવી દવાઓ છે જે એક નિશ્ચિત માત્રામાં બે અથવા વધુ દવાઓને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે. હાલમાં આવી દવાઓનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે.
- Advertisement -
એફડીસી આટલી મોટી માત્રામાં ચલણમાં શું કામ છે ?
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે,
ઝોલા છાપ ડોક્ટર : આ લોકો આવી ઘણી દવાઓ આપે છે.
કમિશનિંગ : FDC લખવા પર ડોક્ટરોને મોટો નફો મળે છે.
મશરૂમ કંપનીઓ : ફાર્માસ્યુટિકલ કંપની ખોલવા માટે નબળા નિયમો.
ચીનની ચાલ : ચીનથી દવા બનાવવા માટે સસ્તો માલ આવે છે.
દેશી યુક્તિઓ : કંપનીઓ કેન્દ્રને બદલે રાજ્યો પાસેથી લાઇસન્સ લે છે.
પ્રતિબંધનું કારણ
સ્વાસ્થ્ય મંત્રાલયે જોયું કે
- આનો ઉપયોગ ખતરનાક
- કોઈ ઔચિત્ય નહીં
- વૈજ્ઞાનિક પ્રમાણ નહીં
કાળો કારોબાર
જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ પોલિસી એન્ડ પ્રેક્ટિસ દ્વારા બ્લેક બિઝનેસ 2020 સંશોધન જણાવે છે કે
ભારત વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં એન્ટિબાયોટિક FDC દવાઓનું વેચાણ કરે છે.
ભારતમાં 2020 માં એન્ટિબાયોટિક FDC નો બજાર હિસ્સો 37 ટકા હતો.
2020 માં 395 એન્ટિબાયોટિક એફડીસીમાંથી 287 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.
2018 અને 2019 માં 39 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં તે 2020 માં પણ બજારમાં વેચાતી હતી
2020 માં વેચાયેલા 4.5 અબજ દવાઓ માંથી 700 મિલિયનથી વધુ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં વેચાઈ હતી.