આંકડા મંત્રાલયનાં ‘મેન એન્ડ વિમેન’ રિપોર્ટમાં ખુલાસો: વર્ષ 2036 માં વૃદ્ધોની વસ્તીમાં 13.9 ટકાનો વધારો થશે
આગામી દોઢ દાયકામાં દેશની વસ્તીનાં માળખામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આંકડા મંત્રાલયનાં ‘મેન એન્ડ વીમેન’ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર આ ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ 2036 સુધીમાં બાળકો અને કિશોરોની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો આવશે. જયારે વરિષ્ઠ અને મધ્યમ વયના લોકોની સંખ્યા વધશે.
રિપોર્ટ અનુસાર 2021 માં વસ્તીમાં 15 વર્ષથી ઓછી વયના લોકોની ભાગીદારી 26.2 ટકા હતી. પરંતુ 2026માં તેમાં 5.6 ટકાનો ઘટાડો થઈ જશે અને તે ઘટીને 20.6 ટકા રહી જશે. કોઈ આયુ વર્ગમાં અત્યારથી સૌથી મોટો ઘટાડો હશે. આ પ્રકારે જો મધ્ય આયુ વર્ગને જોઈએ તો 2021માં 35-36 આયુ વર્ગની વસ્તીમાં ભાગીદારી 19.1 ટકા છે.
- Advertisement -
પરંતુ 2026માં આ આયુ વર્ગનાં લોકોની ટકાવારી વધીને 23 ટકા થઈ જશે. મતલબ મધ્ય આયુ વર્ગમાં 3.9ટકાનો વધારો થશે. ત્રીજો મોટો ફેરફાર વરિષ્ઠોની વસ્તીને લઈને જોવા મળી શકે છે. હાલના સમયમાં 60 વર્ષથી વધુ વયના લોકોની ટકાવારી 9.5 ટકા છે. જેમાં 4.4 ટકાના વધારાનું આકલન કરવામાં આવ્યુ છે. 2036માં વરિષ્ઠોની વસ્તી વધીને 13.9 ટકા થઈ જશે.
રોજગાર સાથે જોડાયેલા લોકોની ભાગીદારી વધશે
રિપોર્ટ મુજબ વસ્તીનાં માળખામાં આવેલા આ ફેરફાર છતાં 2036માં કીમકરની આયુ વર્ગનાં લોકોની સંખ્યામાં વધારો થશે. કામકરજી આયુ વર્ગ 15-59 વર્ષ માનવામાં આવે છે. વસ્તી પર બનેલ ટેકનીકલ સમુહનાં અનુમાન મુજબ 2011માં કામકાજી આયુ વર્ગના લોકોની સંખ્યા 60.7 ટકા હતી જે 2036 માં વધીને 64.9 ટકા થઈ જશે. તેમાં 4.2 ટકાના વધારાનું અનુમાન છે.