ભારતમાં આતંકવાદ ફેલાવનાર નાપાક પાકિસ્તાન હંમેશા આતંકવાદી સાથે અમારી કોઈ લિંક નથી કહીને હાથ ખંખેરી દે છે. જો કે, હવે પાકિસ્તાનની નાપાક હરકતોનો પર્દાફાશ થઈ ચુક્યો છે. પાકિસ્તાન આર્મીએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના વખાણ કરતાં આર્મીએ કહ્યું કે, દેશની ગલીએ ગલીએ આતંકવાદીઓ ફરે છે, જેનો નાશ કરવા સેના સખત મહેનત કરે છે.
પાકિસ્તાની આર્મી આ વાતોથી પોતાના વખાણ કરતી હતી, પરંતુ આ આંકડાથી જાણે તેણે પોતાના જ પગ પર કુહાડી મારી છે. કોર્ટમાં ISIના પૂર્વ ચીફ હમીદ સામે આર્મી પ્રવક્તાએ જે આંકડા આપ્યા છે, તેનાથી પાકિસ્તાન સરકારની પોલ ખુલી ગઈ છે.
- Advertisement -
પાકિસ્તાન આર્મીએ કર્યો ખુલાસો
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં સેનાને દરરોજ 130 ઓપરેશન કરવા પડે છે. ફક્ત 8 મહિનામાં આંતકવાદીઓ સામે 32,173 ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમાંથી 4,021 ઓપરેશન તો ગયાં મહિનાના જ છે. આ ઓપરેશનમાં 90 આતંકવાદીઓને ઠાર કરાયા છે. આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં ઘણાં સૈનિકો શહીદ થયાં છે. છેલ્લાં 8 મહિનામાં 193 સૈનિકો શહીદ થયાં છે. આતંકવાદીઓ સામે લડતી વખતે અનેક સૈનિક ઘાયલ પણ થયાં છે.
ગલી-ગલીએ આતંકવાદીઓ…
- Advertisement -
પાકિસ્તાન આર્મીના લેફટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું, ‘સેના, ખુફિયા એજન્સીઓ અને પોલીસ આતંકવાદીઓ સામે દરરોજ 130 થી વધારે ઓપરેશન ચલાવે છે. તેમ છતાં આતંકવાદીઓની સંખ્યા ઘટતી જ નથી. જ્યાં સુધી આતંકવાદીઓનો નાશ નહીં થાય, ત્યાં સુધી અભિયાન શરૂ રહેશે. પાકિસ્તાનીની ગલી-ગલીએ આતંકવાદીઓ પેદા થઈ રહ્યાં છે, જેને ખતમ કરવા જરૂરી છે.’
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં તહરીફ-એ-તાલિબાન પાકિસ્તાન (TTP), લશ્કર-એ-ઈસ્લામ, જમાત-ઉલ-અહરાર સહિત સેંકડો આતંકવાદી સંગઠનો છે. વળી, બલુચિસ્તાનમાં વિદ્રોહીઓ પણ પાકિસ્તાન આર્મી સામે હથિયાર ઉપાડી રહ્યાં છે. બલુચિસ્તાનમાંથી દરરોજ પાકિસ્તાનમાં હુમલા થઈ રહ્યાં છે.