ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન નવા નવા આરોપોમાં ઘેરાતા જાય છે. તે બીજા દેશોના પ્રમુખો પાસેથી મળેલી ભેટોને વેચવાના આરોપોનો સામનો કરી રહ્યાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આજે પ્રકાશિત થયેલા એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ગિફ્ટમાં મળેલી ત્રણ ઘડિયાળ એક સ્થાનિક ડીલરને વેચીને લાખો રૂપિયા કમાવ્યા હતાં.
રિપોર્ટમાં સત્તાવાર તપાસના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે પદ પર રહીને ઇમરાન ખાને ભેટમાં મળેલી ત્રણ ઘડિયાળ સ્થાનિક ડીલરને વેચીને ગેરકાયદેસર રીતે 3.6 કરોડ રૂપિયા કમાવ્યા હતાં. આ ઘડિયાળ અગાઉ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દર્શાવવામાં આવેલા ભેટોમાં સામેલ ન હતી.
એક સત્તાવાર તપાસ મુજબ સૌથી મોેઘી ઘડિયાળ (10.1 કરોડ રૂપિયાથી વધુની કીંમત) તત્કાલીન વડાપ્રધાન દ્વારા પોતાના મૂલ્યના 20 ટકા પર રાખી લેવામાં આવી હતી.
- Advertisement -
સત્તાવાર રીતે આ ઘડિયાળની કીંમત 10.1 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.