ચૂંટણીકાર્ડ બાબતે CVGL એપથી 200થી વધુ ફરિયાદ મળી છે. જેની ફ્લાઈંગ સ્ક્વૉડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડો.કુલદીપ આર્યએ કહ્યું કે જિલ્લા અને રાજ્ય સ્તરે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. મતદારો પોતાની રજૂઆત કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. જેનાથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ બાબતે ફરિયાદ થઈ શકશે. તેમણે કહ્યું કે ચૂંટણીકાર્ડ બાબતે ફરિયાદ મળી છે. CVGL એપથી 200થી વધુ ફરિયાદ મળી છે. જેની તપાસ ફ્લાઈંગ સ્ક્વૉડ કરી રહી છે. 1600 જેટલી ફરિયાદમાંથી નિવારણ થઈ રહ્યું છે.
- Advertisement -
CVGL એપથી 200થી વધુ ફરિયાદ
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આજે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે મતદારો પોતાની રજૂઆત કરી શકે તે માટે જિલ્લા અને રાજ્ય સ્તરે કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ બાબતે ફરિયાદ થઈ શકશે. વધુમાં કહ્યુ હતુ કે, ચૂંટણીકાર્ડ બાબતે CVGL એપથી 200થી વધુ ફરિયાદ મળી છે. જેની ફ્લાઈંગ સ્ક્વૉડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અલગ અલગ 1600 જેટલી ફરિયાદો મળી છે જેનું યોગ્ય તપાસ કરી અને નિવારણ થઇ રહ્યુ છે.
રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન
- Advertisement -
લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી હતી જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ગુજરાતમાં 7 મેના ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે. રાજ્યની 26 લોકસભા બેઠકો છે. મતદાન બાદ 4 જૂનએ પરિણામ આવશે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2014ના રોજ પૂરો થઈ રહ્યો છે. તે પહેલા નવી સરકારની રચના થશે. દેશમાં લોકસભાની કુલ 543 સીટ છે અને કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સીટની બહુમતીની જરૂરિયાત છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.