રજિસ્ટ્રેશન વગરના માલસામાનની આયાત બંદર ખાતેથી જ પરત કરાશે
રજિસ્ટર્ડ ન કરાવાયા હોય તેવા ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) તથા ઈલેકટ્રોનિકસ પ્રોડકટસની આયાત પર અંકૂશ ચાલુ રહેશે એમ સરકાર દ્વારા એેક નોટિફિકેશનમાં જણાવાયું છે.
- Advertisement -
આનો અર્થ એવો થાય કે નવા અથવા સેકન્ડ હેન્ડ ઈલેકટ્રોનિક પ્રોડકટસ જ્યાં સુધી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સ (બીઆઈએસ) સમક્ષ રજિસ્ટર્ડ કરાવાયા નહીં હોય અને લેબલિંગ આવશ્યકતાનું પાલન કરાયું નહી ંહોય ત્યાં સુધી તેની આયાત પર નિયંત્રણ ચાલુ રહેશે એમ સ્થાનિક ટ્રેડરો જણાવી રહ્યા છે.
ઈલેકટ્રોનિકસ એન્ડ ઈનફરમેશન ટેકનોલોજી ગુડસ (ફરજિયાત રજિસ્ટ્રેશન ઓર્ડરની આવશ્યકતા) ૨૦૨૧ હેઠળ આયાત નીતિ જાહેર કરવામાં આવી છે.
આયાત માટેની શરતોમાં કોઈ ફેરબદલ કરાયા નથી. સરકાર દ્વારા મંગળવારે જારી કરાયેલું નોટિફિકેશન સૂચવે છે કે, સરકારની નીતિ ચાલુ છે. કારણ કે આ ચીજવસ્તુઓ અગાઉથી જ પ્રતિબંધિત શ્રેણીમાં છે. નોટિફિકેશનની જોગવાઈ પ્રમાણે, જો કોઈ માલસામાન ફરજિયાત રજિસ્ટ્રેશનની શરત વગર આયાત કરવામાં આવે તો તેને બંદર ખાતેથી જ ફરી નિકાસ કરી દેવાનો રહે છે. અન્યથા કસ્ટમ્સ સત્તાવાળા આ માલસામાનને વાપર્યા વગર છૂટા પાડી તેનો સ્ક્રેપ તરીકે નિકાલ કરી શકશે. આ માટેનો ખર્ચ આયાતકારે ભોગવવાનો રહેશે.
આમ તો બીઆઈએસ સર્ટિફિકેશન સ્વૈચ્છીક હોય છે પરંતુ માનવ સલામતિ તથા વેપાર હિતો જાળવવા કોઈ કિસ્સામાં સરકાર તેને ફરજિયાત બનાવી શકે છે.
- Advertisement -
૨૦૨૩ના ઓગસ્ટમાં સરકારે કેટલીક આઈટી હાર્ડવેર આઈટેમ્સ પર પ્રતિબંધ મૂકયા હતા.ઘરેલું તથા વિદેશી કંપનીઓની ફરિયાદને આધારે આ પ્રતિબંધ આવી પડયા હતા, પરંતુ ઓકટોબરમા સરકારે લેપટોપ તથા કોમ્પ્યુટર આયાત પરના પ્રતિબંધો હળવા કર્યા હતા.