ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બેંગકોક ખાતે રમાનાર એશિયન ફૂટબોલ ચેમ્પિયનશીપ બીચ સોકર એશિયન કપ 2025 માટે ભારતની ટીમમાં રાજકોટ- ગુજરાતના રાજ મહિપતસિંહ ચૌહાણ ગોલકિપર તરીકે પસંદગી પામેલ છે. ભારતની ટીમ તા. 16-3-2025ના રોજ બેંગકોક ખાતે જવા રવાના થશે. ભારત તેનો પ્રથમ મેચ તા. 20-3-2025ના થાઈલેન્ડ સામે, બીજો મેચ તા. 22-3-2025ના રોજ કુવૈત સામે તથા ત્રીજો મેચ તા. 24-3-2025ના રોજ લેબનોન સામે રમશે અને ત્યારબાદ ક્વોલિફાય થઈને આગળ રમવા જશે. ભારતની ટીમમાં પ્રતિક કનકોનક, રાજ ચૌહાણ (ગોલકિપર), સતીષ નાયક, નેહલ પરબ, મોહમદ અક્રમ, શ્રીજીથ બાબુ, જયપાલ સીંગ, અમીત ગોડારા, લતીશ કોન્કલકર, રોહિથ વાય., મુશીર ટીકેબી, મુખ્તાર ઉમારુલ. હેડ કોચ તરીકે મલેશિયાના મહમ્મદ ફૈઝલ બીન મો. સુદ સેવા આપશે.
રાજ ચૌહાણ ગુજરાત સ્ટેટ ફૂટબોલ દ્વારા વર્ષ 2024-25માં આયોજિત ગુજરાત સુપર લીગ ક્લબ ચેમ્પિયનશીપમાં કર્ણાવતી ફૂટબોલ ક્લબ વતી ગોલકિપર તરીકે રમેલ અને કર્ણાવતી ફૂટબોલ ક્લબ ટીમને ચેમ્પિયન બનાવી હતી.
રાજ ચૌહાણની ભારતીય ટીમમાં પસંદગી થતાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલભાઈ નથવાણી, સેક્રેટરી મુળરાજસિંહ ચુડાસમા તથા કમિટી મેમ્બર તથા રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારો સર્વે ગુણવંતભાઈ ડેલાવાળા, ડી. વી. મહેતા, મુકેશ બુંદેલા, બી. કે. જાડેજા, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, રાજેશ ચૌહાણ, અજય ભટ્ટ, ધર્મેશ છત્રોલા, અમૃતલાલ બહુરાશી, જયેશ કનોજીયા, શિવરાજસિંહ ચાવડા, રાફેલ ડાભી, રોહિત પંડિત, મનદીપસિંહ બારડ, ભરત શિયાળીયા, અનુરાગ મલ, સગા-સંબંધી, મિત્ર વર્તુળ તથા રાજકોટના ફૂટબોલ ખેલાડીઓ દ્વારા હાર્દિક શુભકામના પાઠવવામાં આવી છે.