સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે, એક ખ્રિસ્તીઓ માટે, ભૂતકાળમાં બીજો હિંદુઓ માટે,’ અને પછી એક સંકેત જેવું કંઇક ઉમેરતાં તેમણે કહ્યું કે કૃષ્ણ અથવા સૂર્યનો બીજો અવતાર તેમનામાં (સહજાનંદમાં) થયો હતો
‘એન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિન્દુઈઝમ’ અંગ્રેજી પુસ્તકનાં અનુવાદનો ભાગ-2
- Advertisement -
મિટિંગમાં સહજાનંદે આ વિસ્તારમાં ચાલી રહેલા તેમના કેટલાક પ્રોજેક્ટ્સ માટે હેબરના સમર્થન અને બ્રિટિશ સરકારના અધિકારીઓ સાથે સારો પ્રભાવ મેળવવાની આશા સાથે વિનંતી કરી. મીટિંગ પછી તેમણે વડતાલ ખાતે લક્ષ્મી-નારાયણના મંદિર માટે અને એક નિવાસસ્થાન અને હોસ્પિટલ માટે આર્થિક સહાય મેળવવા હેબરની મદદની વિનંતી કરી. હેબરે મંદિરના નિર્માણ માટે કોઈ ટેકો આપવાનો ઇનકાર કર્યો, પરંતુ બોમ્બેના ગવર્નર શ્રી એલ્ફિન્સ્ટોનને હોસ્પિટલ અને રેસિડેન્સ હોલ માટે સમર્થનની વિનંતી પહોંચાડવા તે સંમત થયા. ચર્ચા અને અસંમતિનો મુખ્ય મુદ્દો ભગવાનના સિદ્ધાંત વિશે હતો. સહજાનંદે ઈશ્ર્વરની અભિવ્યક્તિ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે એક અલગ હિંદુ સ્વરૂપ બનાવવામાં આવ્યું હતું તેને સ્વીકારવા હેબર સંમત નહોતા થયા. સહજાનંદ સ્વામીએ એ સ્વરૂપ વિશે જે સમજાવ્યું તેના માટે હેબરે ખ્રિસ્તી ધર્મનો એ પ્રચલિત વાક્ય સમૂહ બોલી સંભળાવ્યો, એક ભગવાનમાં, સ્વર્ગ અને પૃથ્વી પરની બધી વસ્તુઓના નિર્માતા, જેમણે બધી જગ્યા ભરી દીધી, દરેક વસ્તુનું સમર્થન કર્યું અને તેનું સંચાલન કર્યું, અને ખાસ કરીને, જેઓ તેને ખંતપૂર્વક શોધતા હતા તેમના હૃદયમાં વસવાટ કર્યો.” અર્થાત સહજાનંદ સ્વામીએ જે એક ઈશ્ર્વરની વાત કરી તે આ ખ્રિસ્તી વિચારથી મળતી હતી,
આ લેખ એક અંગ્રેજી પુસ્તકનો અંશ છે. ‘એન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિન્દુઈઝમ’ નામનાં પુસ્તકનાં આ પ્રકરણનો અનુવાદ ડૉ. કૌશિક ચૌધરીએ કર્યો છે. ડૉ.ચૌધરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના કરતૂતો પર લખેલાં પુસ્તકનો ફોટો પણ અહીં આપ્યો છે.
વર્ષ 1824માં સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રીમાં તે ભગવાન કૃષ્ણને જ પોતાના આરાધ્ય અને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ઈશ્ર્વર કહી પંચદેવ ઉપાસના કરવાનું કહે છે, પણ તે પછી લખાયેલા વચનામૃતોમાં પોતે જ સર્વોપરી પુરુષોત્તમ ઈશ્ર્વર હોવાની વાતો સામે આવવા લાગે છે
પણ હેબર હિંદુ સિદ્ધાંતો સાથે પૂરતા વાકેફ હતા. તેમણે પૂછ્યું કે શું સહજાનંદે બ્રહ્મનો ઉલ્લેખ કર્યો. સહજાનંદે જવાબ આપ્યો, જે છે અને જે એક જ છે તેને ઘણા નામો હોઈ શકે છે, અને તે આપવામાં આવ્યા છે, પરંતુ અમે અને અન્ય હિંદુઓ તેને બ્રહ્મ કહે છે. હેબરે આને એકેશ્ર્વરવાદના પ્રકાર તરીકે સ્વીકાર્યું. પણ તે ખ્રિસ્તી પશ્ર્ચિમનો એકેશ્ર્વરવાદ ન હતો.
હેબરને સહજાનંદના સ્પષ્ટીકરણથી આશ્ર્ચર્ય થયું કે કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ છે, જેની તેઓ પૂજા કરતા હતા, અને સાથે સહજાનંદ પોતાને પણ ભગવાનનું સ્વરૂપ માનતા હતા. સહજાનંદે તેમની માન્યતાને સમજાવ્યું કે “જુદા જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે, એક ખ્રિસ્તીઓ માટે, ભૂતકાળમાં બીજો હિંદુઓ માટે,’ અને પછી એક સંકેત જેવું કંઇક ઉમેરતાં તેમણે કહ્યું કે કૃષ્ણ અથવા સૂર્યનો બીજો અવતાર તેમનામાં (સહજાનંદમાં) થયો હતો. આ સંકેત આપી સહજાનંદ સ્વામીએ હેબરને એક ચિત્ર ભેંટ આપ્યું જેમાં વચ્ચે શ્ર્વેતદ્વીપપતિ વાસુદેવ ઊભા હતા, અને બાજુમાં નર-નારાયણ ઋષિ તેમને પંખો નાખતા હતા.
- Advertisement -
આમ, ક્રમશ: બ્રિટિશ સહાય અને સબંધોની મદદથી સહજાનંદ સ્વામીનું વર્ચસ્વ અને ચકાચાંદ ભર્યો પ્રભાવ વધતો ગયો, અને તેમણે એક પછી એક કુલ છ મંદિરો બનાવ્યા. હેબરના પ્રસંગ પરથી એ મૂળ રહસ્ય પરથી પડદો ઉઠતો દેખાય છે. એજ કે વર્ષ 1824માં સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રીમાં તે ભગવાન કૃષ્ણને જ પોતાના આરાધ્ય અને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ઈશ્ર્વર કહી પંચદેવ ઉપાસના કરવાનું કહે છે, પણ તે પછી લખાયેલા વચનામૃતોમાં પોતે જ સર્વોપરી પુરુષોત્તમ ઈશ્ર્વર હોવાની વાતો સામે આવવા લાગે છે. આ પરિવર્તન શિક્ષાપત્રી લખ્યા પછી આવેલું જણાય છે. અને અહીં એ સંભાવના જણાય છે કે એ પરિવર્તન 1825 માં વડતાલના લક્ષ્મી નારાયણ મંદિરના નિર્માણ દરમિયાન અને તે પછી આવ્યું છે. હેબરે સહજાનંદ સ્વામીના ઈશ્ર્વરની સંકલ્પનાને એકેશ્ર્વરવાદ રૂપે ખ્રિસ્તી સ્વરૂપ જેવો માન્યો, પણ હજી તે અલગ હોવાનું કહીને વડતાલ મંદિરમાં જમીન આપવાનો ઇનકાર કરી દીધો. પણ સાથે હોસ્પિટલ અને રેસિડન્સ હોલ માટે આર્થિક મદદ આપી એ ઈશારો પણ આપ્યો કે જો સહજાનંદ તેમના એકેશ્ર્વરવાદને હજી વધુ ખ્રિસ્તી સ્વરૂપ નજીક લઇ આવે તો અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી પાદરીઓ ખુશ થઈને વધુ મદદ કરી શકે. અને કદાચ એટલે જ જયારે 1825 માં વડતાલ લક્ષ્મી-નારાયણ મંદિર તૈયાર થયું ત્યારે સહજાનંદ સ્વામીએ લક્ષ્મી નારાયણની મૂર્તિના બાજુમાં પોતાની મૂર્તિ રૂપે બીજી એક મૂર્તિ મુકાવી, અને તેને હરિકૃષ્ણ મહારાજ નામ આપ્યું. વડતાલના સ્વામીઓ આજે તેમના પ્રવચનોમાં કહે છે કે તે સમયે જ સહજાનંદ સ્વામીએ કહ્યું હતું કે ‘જયારે લોકો આ મંદિરમાં તેમના ઇષ્ટ દેવ એવા લક્ષ્મી-નારાયણના દર્શન કરવા આવે ત્યારે ધીરે ધીરે તેમની એ હરિકૃષ્ણ મહારાજ રૂપે તેમનામાં (સહજાનંદમાં) સર્વોપરી ઈશ્ર્વર તરીકેની શ્રદ્ધા દ્રઢ થાય એ માટે એ મૂર્તિ ત્યાં સ્થાપી છે.’ આમ, આ આખા સનાતન વિરોધી વિકૃત સંપ્રદાયના નિર્માણનું મૂળ એ ક્ષણમાં મળે છે.
આ રીતે પોતાના અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી બિશપોને સહજાનંદ સ્વામી પાછળ લગાવી ગવર્નર જ્હોન માલકમે ગુજરાતમાં સહજાનંદ સ્વામીને તૈયાર કરી ઙફડ્ઢ ઇશિફિંક્ષક્ષશભફ સ્થાપ્યું. અને જ્યારે એ કાર્ય પૂરું થઈ ગયું ત્યારે નિવૃત્ત થતાં પહેલાં 1830 ના ફેબ્રુઆરી મહિનામાં તે સહજાનંદ સ્વામીને મળવા જ્હોન માલકમ પહેલીવાર રાજકોટ આવ્યા, એ પણ એટલા માટે કારણકે સહજાનંદ સ્વામી ગંભીર માંદગીમાં પટકાયેલા હતા. એ વિશે રેયમોન્ડ વિલિયમ્સ પુસ્તકમાં લખે છે, ‘28 ફેબ્રુઆરી, 1830 ના રોજ રાજકોટ ખાતે સર જ્હોન માલ્કમ અને સ્વામિનારાયણની મિટિંગ થઈ, જે ગુજરાતમાં બ્રિટિશ કંટ્રોલ અને સ્વામિનારાયણ હિંદુઈઝમના સહજાનંદ સ્વામીની વધતી લોકપ્રિયતાથી સ્વાભાવિક બની ચૂકી હતી. આ મિટિંગ તે પહેલાં બ્રિટિશ અમલદારો તથા ખ્રિસ્તી પાદરીઓની સ્વામિનારાયણના ધાર્મિક નેતાઓ સાથે થયેલી અનેક બેઠકોનું પરિણામ હતી. આ મિટિંગ સહજાનંદ સ્વામીની આખરી માંદગીના સમયમાં થઈ અને તે તેમની આખરી મુલાકાતોમાંથી એક હતી. તે (જૂનમાં સહજાનંદ સ્વામીના મૃત્યુ) પછી ડિસેમ્બરમાં જ્હોન માલ્કમ પણ બ્રિટન પાછા આવી ગયા. તે બંનેની મિટિંગે એ તાકતોને ગતિ આપી જેમણે ભારતના રાજનૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિદૃષ્યને મહત્વપૂર્ણ રૂપથી પ્રભાવિત કર્યું. એ તાકતોએ બ્રિટન અને સમગ્ર આધુનિક સંક્રમણ નેટવર્કમાં જ્યાં પણ ગુજરાતમાંથી સ્થળાંતર થયું છે ત્યાં બંને તરફ પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું છે.’
આ સાથે રેયમોન્ડ વિલિયમ્સ પુસ્તકમાં લખે છે કે ‘ગુજરાતીઓ લાંબા સમયથી બ્રિટિશ શાસન અને સહજાનંદના મંત્રાલયના જોડાણને ઓળખે છે. તે સમયની એક જૂની ગુજરાતી કહેવત છે; “ટોપી બ્રિટિશની હેલ્મેટ અને તિલક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા કપાળ પર કરવામાં આવતી નિશાની એકસાથે આવ્યા, અને તેઓ એકસાથે જ જશે.” અંગ્રેજો આવ્યા અને ગુજરાતમાં પ્રચંડ પરિવર્તનના એજન્ટ હતા. તેમનો વારસો સર્વત્ર સ્પષ્ટ છે, પરંતુ તેઓ અદૃશ્ર્ય થઈ ગયા છે. ગુજરાતમાં અને હવે ઈંગ્લેન્ડમાં પણ તિલક ખૂબ જ પુરાવામાં છે, અને સહજાનંદ દ્વારા સ્થાપિત ધાર્મિક સંસ્થા ગુજરાતના ધાર્મિક જીવનમાં અને જ્યાં પણ ગુજરાતીઓ છે ત્યાં મુખ્ય બળ બની રહી છે.’
પણ અહીં ગુજરાતી સમાજના સાચા ચિત્રને અને ગુજરાતીઓની સાચી લાગણીને સમજવામાં આ અંગ્રેજ લેખકે થાપ ખાધી છે. કારણકે આ જૂની કહેવત એક આખા સમાજની ગૂંગળામણ બતાવી રહી છે. અને આજે આ પુસ્તકમાં બતાવેલી આ સંપ્રદાયની જે વિકૃતિ આપણે જોઈ રહ્યા છીએ એનું જ નિર્માણકાર્ય આજથી બસો વર્ષના આપણા એ ગુજરાતી પૂર્વજો સહન કરી રહ્યા હતા. વિદેશી સત્તા અને પોતાના ધર્મથી વિપરીત સંપ્રદાયની મીલીભગતથી સમાજમાં ઊભી થયેલી બેચેની અનુભવાય છે એ કહેવતમાં. એક આખો સમાજ એક કહેવતનો ટેકો લઈને પ્રતીક્ષા કરવાની હિંમત મેળવી રહ્યો છે કે એક દિવસ આ સમય જતો રહેશે. પણ આ પુસ્તકના બીજા પ્રકરણમાં જોયેલી વિકૃતિ પછી એ કઠોર સત્ય આપણી સામે આવે છે કે એ સમય પૂર્ણ રીતે ક્યારેય ગયો જ નહિ. કારણકે સહજાનંદ સ્વામીના એ સંપ્રદાયને નવી નવી ટોપીઓ સાથે જોડાવવાની અને તેનો ઉપયોગ કરવાની ફાવટ આવી ગઈ. સ્વતંત્રતા પછી કોંગ્રેસ, અને ત્યારબાદ ભાજપ. અને આજે બિલકુલ બસો વર્ષ પછી 2017 થી આ લખાઈ રહ્યું છે ત્યારે 2024 સુધી ગુજરાતના સનાતની સમાજમાં એજ ગૂંગળામણ છે જે 1817 થી 1830 વચ્ચે અને તે પછી હતી. ફરક ખાલી એટલો છે કે ટોપી સ્વરૂપે અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી પાદરીઓના સ્થાને ભાજપ અને હિંદુ સંગઠનો આવી ગયા છે. અને છેલ્લા સાતેક વર્ષથી આજનો ગુજરાતી સમાજ એ જૂની કહેવતનો જ મર્મ બીજા શબ્દોમાં કહે છે. આજે તે કહે છે, ‘આ તો આ સંપ્રદાયને અત્યારની સત્તાનો સંપૂર્ણ ટેકો છે, એટલે આ બધું પાખંડ ચાલે જાય છે. જે દિવસે આ સરકાર નહીં હોય તે દિવસે એનો પણ પાપનો ઘડો ભરાઈ જશે.’
પણ ના આજનો ગુજરાતી સમાજ એ જાણે છે ના આજના સત્તાધીશ પક્ષો કે આ સંપ્રદાયનો ઉદભવ જ આ રમતથી થયો છે. પૈસા, ભોગ અને સત્તાની લાલચથી આ સંપ્રદાયના સ્થાનોએ સલામો ભરવામાં પોતાનું સૌભાગ્ય સમજવાવાળા ભાજપ અને સાથી સંગઠનો એ નથી જાણતા કે તેમના જેવી તો ઘણી ટોપીઓ આ સંપ્રદાયે ફેરવી દીધી, અને તેમનો નંબર ત્રીજો છે. જ્હોન માલકમ એમને સત્તા અને ચર્ચની મીલીભગતથી સમાજ પર આધિપત્ય ભોગવાનો એ યુરોપીય માર્ગ બતાવી ગયો છે. અને એમાં પાવરધો બનેલો આ સંપ્રદાય તમારો ઉપયોગ સનાતન ધર્મ અને તેના આરાધ્ય ઈશ્ર્વરોને નષ્ટ કરવા કરી રહ્યો છે.