વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્લી કેપિટલ્સ સ્થાન બનાવી ચૂકી છે ત્યારે એની સામે કઈ ટીમ મેચ રમશે તે આજે એટલે કે 13 માર્ચે નક્કી થશે. આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. ત્યારે ચાલો જાણીએ કે આજનું વાતાવરણ કેવું રહેશે.
મેચ દરમિયાન હવામાન કેવું રહેશે?
- Advertisement -
હવામાન વિભાગના અહેવાલ મુજબ આજે મુંબઈમાં હવામાન સ્વચ્છ રહેવાનું છે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. આજે મુંબઈમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં ચાહકોને આખી મેચ જોવા મળશે.
મેચ ફ્રી માં ક્યાં જોઈ શકાશે?
- Advertisement -
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની એલિમિનેટર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ 18 પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio Hotstar પર થશે. જ્યાં તમે મેચ મફતમાં જોઈ શકો છો.
બધાની નજર બ્રન્ટ પર રહેશે
બધાની નજર ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સની બેટર નટ સાયવર-બ્રન્ટ પર રહેશે. આ પ્લેયરે દરેક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. નટ સાયવર-બ્રન્ટ આ સિઝનમાં અત્યાર સુધીના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે મહિલા પ્રીમિયર લીગ 2025માં અત્યાર સુધીમાં 416 રન બનાવ્યા છે અને WPL ના ઇતિહાસમાં એક સીઝનમાં 400થી વધુ રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.