રાજકોટ સામાજિક સમરસતા મંચ વર્ધમાન વિસ્તાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. 16ના સફાઈ કામ કરતાં ભાઈઓ તેમજ બહેનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. સામાજિક સમરસતા મંચ સમાજના તમામ લોકોને, સમાજના તમામ વર્ગને સાથે રાખીને અનેક સામાજિક કાર્યો કરે છે ત્યારે હાલ ધૂળેટી નિમિત્તે સામાજિક સમરસતા મંચ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જોડાઈને સફાઈ કામ સાથે જોડાયેલા ભાઈઓ-બહેનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. આ તકે એસ. આઈ. એમ. પી. ચાવડા, એસ. એસ. આઈ. જે. એચ. સાગીઢીયા, એસ. એસ. આઈ. કે. એચ. તેરૈયા તેમજ સામાજિક સમરસતા મંચ રાજકોટ મહાનગરના સંયોજક સુરેશભાઈ કરકરે, વર્ધમાન વિસ્તાર સંયોજક કૌશિક જીજ્ઞેશભાઈ રામાવત, જગદીશભાઈ અગ્રાવત તેમજ ભાજપ વોર્ડ પ્રમુખ હસુભાઈ કાચા, કોર્પોરેટર કંચનબેન સિદ્ધપુરા, મનુભાઈ પ્રજાપતિ, જતીનભાઈ પટેલ, પિયુષભાઈ જલુ, મનીષાબહેન ગોહેલ, પરાગ કાકડીયા, જયદીપ કાકડીયા, ઘનશ્યામભાઈ રાજપૂત ખાસ હાજર રહ્યા હતા.
સામાજિક સમરસતા મંચ અને ભાજપના કાર્યકરોએ સફાઈ કામદારો સાથે ધૂળેટી ઉજવી

Follow US
Find US on Social Medias