રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વ્યાસ પીઠ પરથી મોરારી બાપુએ આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામે મોરારીબાપુની રામ કથા ચાલી રહી છે. આ દરમિયાન તેમણે શાળાઓમાં શ્રીમદ્ ભગવદગીતા તો અપાય છે, પણ 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે કંઇ થવા દેતા નથી. જેને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે પણ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિધાર્થીઓના મસ્તશિશ પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે.
- Advertisement -
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વ્યાસ પીઠ પરથી મોરારી બાપુએ આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે પણ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિધાર્થીઓના મસ્તશિશ પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે એ પક્કું છે. પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતાં અમે આદર કરીએ છીએ. પરંતુ આ વિસ્તાર મૂળ સનાતની વિસ્તાર છે. માં શબરીનો વિસ્તાર છે. ત્યારે આવી કોઈ ઇલલીગલ પ્રવૃતિને અમે શાખી લઈશું નહીં. મલિન ઈરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરાશે. ભાગવત ગીતા અહિંસાના પાઠો શીખવે છે. ત્યારે આ એક વિચાર છે એટલે ગીતાના વિચારો વિશ્વના શિમાડા ઓળંગી જશે.
જાણો શું કહ્યું હતું મોરારી બાપુએ
તાપીના સોનગઢમાં રામકથા દરમિયાન વિશ્વ વિખ્યાત મોરારી બાપુએ શિક્ષણમંત્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ધર્માંતરણ મુદ્દે પરિસ્થિતિને વધુ ઊંડાણથી સમજવાની અને ચિંતન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, માત્ર ચિંતન જ નહીં, પરંતુ યોગ્ય પગલાં લેવા પણ જરૂરી છે. કારણ કે, શાળાઓમાં શ્રીમદ્ ભગવદગીતા તો અપાય છે, પણ 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે કંઇ થવા દેતા નથી. શાળાઓમાં ગીતાજયંતીની ઉજવણીને સકારાત્મક પગલું ગણાવ્યું. જો કે, તેમણે ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોર્યું કે, શાળાઓમાં 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે પગાર તો સરકારનો ખાય છે પણ પ્રવૃત્તિઓ ધર્માંતરની કરાવે છે.