ક્ષ કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર ઈંઅજ, ઈંઙજ ઓફિસરોમાં ફફડાટ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના બે આઇએએસ ઓફિસર ઉપર સેન્ટ્રલ એજન્સીએ તપાસનો દોર ચાલુ કર્યો છે. ભ્રષ્ટાચાર અન્વયે આ કામગીરી ચાલી રહી છે. મુંબઈ અને દિલ્હીથી અધિકારીઓ આવી ગયા છે. જોકે સત્તાવાર સમર્થન મળ્યું નથી કારણ કે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં આઈએસઓફિસરના ત્યાંથી કરોડોની સંપત્તિ પકડાયા પછી ઇન્કમટેક્સ વિભાગ સક્રિય થયું છે.
ઉલ્લેખનીય છે કે મોડી રાત સુધી આ તપાસ ચાલુ હોવાથી સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ ગાંધીનગર આઇએસ લોબીમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાનગી રાહે આ તપાસ ચાલી રહી છે. અને સેન્ટ્રલના અધિકારીઓ આ તપાસ કરી રહ્યાં છે.ગુજરાતમાં આઈએસ ઓફિસરના ત્યાંથી સેન્ટ્રલ એજન્સીઓએ ખાનગી રાહે દરોડા પાડીને મોટી રકમની રોકડ રકમ જપ્ત કરી છે. આ દરોડાની કાર્યવાહી ખાનગી રાહે ચાલી રહી છે. જેમાં ગુજરાતના અનેક અધિકારીઓનો સમાવેશ થતો હોવાથી માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવી રહી છે. આ દરોડાના પગલે ભ્રષ્ટાચાર આચરતા ગુજરાતના આઇએએસ ઓફિસરમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ટૂંક સમયમાં ભ્રષ્ટાચારી આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ સામે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. કરોડોની મિલકત ધરાવતા આઈ એસ ઓફિસરોની સામે સર્વે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેના આધારે ઇન્કમટેક્ષના અધિકારીઓ દરોડાની કાર્યવાહી હાથ ધરી રહ્યાં છે.