-આઈએએસ, આઈપીએસ અધિકારીઓને એવોર્ડમાં રોકડ નહિં સ્વીકારવા નિર્દેશ
કેન્દ્ર સરકારે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ માટે ખાનગી સંસ્થાઓ પાસેથી એવોર્ડ સ્વીકારતા પહેલાં આગોતરી મંજુરી લેવાનું ફરજીયાત બનાવાયુ છે. જોકે ઈનામમાં રોકડ અથવા રોકડ સ્વરૂપે સુવિધાઓ નહિં સ્વીકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- Advertisement -
કેન્દ્રનાં વૈયકિતક મંત્રાલયે ઈન્ડીયન એડમીનીસ્ટ્રેટીવ સર્વીસ (આઈએએસ) ઈન્ડીયન પોલીસ સર્વીસ (આઈપીએસ)અને ઈન્ડીયન ફોરેસ્ટ સર્વીસ (આઈએફઓએસ)નાં અધિકારીઓ માટે નિર્દેશ જારી કર્યો છે.છેલ્લા કેટલાંક સમયમાં સ્પષ્ટ સુચના છતા આવા અધિકારીઓએ ખાનગી સંસ્થાઓ તરફથી એવોર્ડ સ્વીકાર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.તેને લીધે કેન્દ્રને આદેશ આપવાની ફરજ પડી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, ખાનગી સંગઠનો કે સંસ્થાઓ દ્વારા અપાતા પુરસ્કાર સંબંધીત ઓથોરીટીની આગોતરી મંજુરી લીધા પછી સ્વીકારી શકાશે.
સરકારે ગુરૂવારે કેન્દ્રનાં તમામ મંત્રાલયોના સચીવો અને રાજયોના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો હતો. અધિકારી રાજયમાં સેવા આપતો હોય તો તેની સંબંધીત ઓથોરીટી રાજય સરકાર ગણાશે.જયારે કેન્દ્ર સરકાર માટે ફરજ બજાવતા અધિકારીઓએ સંબંધીત મંત્રાલય કે વિભાગનાં સચીવની મંજુરી લેવાની રહેશે.કેન્દ્ર સરકારના આદેશમાં જણાવ્યા અનુસાર ‘પુરસ્કાર’માં રોકડ કે સુવિધાનાં સ્વરૂપે નાણાકીય ઈનામ નહીં હોય તો ઓથોરીટી એવોર્ડ સ્વીકારવાની મંજુરી આપી શકે’