આજે આપણે જાણીશું કે કેવી રીતે ચૂંટણી કમિશનરની નિમણૂક થાય છે.
જાણો ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા ?
- Advertisement -
ચૂંટણી કમિશનરની નિમણૂક માટે સૌ પ્રથમ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં સર્ચ કમિટી 5-5 નામોની બે પેનલ તૈયાર કરશે. તે પછી વડાપ્રધાનની આગેવાની હેઠળની સમિતિ સર્ચ કમિટીએ સૂચવેલા નામોની ચર્ચા કરે છે અને રાષ્ટ્રપતિને ચૂંટણી કમિશનરની નિમણૂકની ભલામણ કરે છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની આ સમિતિમાં કેન્દ્રીય મંત્રીની સાથે લોકસભામાં વિપક્ષના સૌથી મોટા નેતાનો સમાવેશ થાય છે. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણી પંચની નિમણૂકને મંજૂરી આપશે.
શું હોય છે ચૂંટણી કમિશનરની સત્તા ?
ચૂંટણી કમિશનરની ઘણી જવાબદારીઓ હોય છે. આ સાથે ચૂંટણી કમિશનરને પણ વિશેષ સત્તા હોય છે. ચૂંટણી કમિશનરને ચૂંટણીની તારીખો બદલવાની સત્તા છે. આ સાથે તેઓ ચૂંટણી નિરીક્ષક સહિતના અધિકારીઓની બદલી પણ કરી શકે છે. સાથે જ જો કોઈ ચૂંટણી દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.
- Advertisement -
અરુણ ગોયલની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી?
શુક્રવારે ચૂંટણી કમિશનરના પદ પરથી રાજીનામું આપનાર અરુણ ગોયલ પંજાબ કેડરના 1985 બેચના IAS અધિકારી હતા. અરુણ ગોયલને નવેમ્બર 2022માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરુણ ગોયલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી વિકાસ અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે. તે પછી તેઓ હાર્વર્ડ અભ્યાસ માટે ગયા. ચૂંટણી કમિશનર બનતા પહેલા તેમણે લુધિયાણા અને ભટિંડા જિલ્લામાં રિટર્નિંગ ઓફિસર તરીકે પણ કામ કર્યું હતું.