મેષ (અ, લ, ઇ)
આવનારા સમયમાં તમે વધુ માયાળુ બનો તે જરૃરી છે . આ સમયગાળામાં નોકરી કે વ્યવસાયમાં સંતોષકારક સફળતાનો સમયગાળો છે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને બુલંદ આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે અને તમારી પાસે પ્રાપ્ત છે તેવાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોતાં રહેવું. નોકરી ધંધામાં નવા આર્થિક સાધનો ઉભા કરી શકાય તેમ લાગે છે. વાહન ચલાવવામાં સંભાળવું જરૂરી છે. મંગળવારે સિનિયર સિટીઝનની તબિયત સાચવવી.

વૃષભ (બ,વ,ઉ)
આ અઠવાડિયે, સમજદારી અને દીર્ઘદ્રષ્ટિ, આ નવાં પાસાંને કારણે તમારી પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય, જે તમને આર્થિક લાભ તરફ આગળ વધારે. તમારામાં માણસાઈના ગુણો વિકસે અને તેની અસર તમારાં કાર્યો ઉપર પડે. પોતાની સામાજિક અને આર્થિક રીતે પ્રગતિ થતી જોઈ શકાય. માત – પિતા થી લાભ મળી શકે. જરૂર કરતાં વધારે પૈસા મળવાની શક્યતા છે. પરંતુ ખર્ચ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે.

મિથુન (ક, છ, ઘ)
તમે તમારી હાલની સમસ્યાઓ સામે લડવા તમારી સમગ્ર શક્તિ એકત્રિત કરી હશે . હવે તમો, અર્થિક આવક વધારવા પ્રયત્નશીલ બનશો. અહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની સલાહ છે. આ સમયગાળો શાંતિ અને આરામ માટેનો રહેશે. આ અઠવાડિયે તમો પરિવાર અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો, નોકરી ધંધાના સાથે તમને સહકાર, આરામ અને આનંદ મળી રહે તેવા સંજોગોનું સ્વયં નિર્માણ થતું રહે તેવા સંજોગો ઉભા થાય . કોઈના કહેવાથી નિર્ણય ન લેવો, કે ન બદલવો.

કર્ક (ડ, હ)
આ સપ્તાહ દરમિયાન આવક વધવાની સાથે, આનંદમાં અભિવૃદ્ધિ અને પરિવાર સાથેનું બંધન વધુ મજબૂત થાય. તમે પરિવારને આગળ લઈજવા માટે જરૂરી દરેક બાબતે લાગણીભરી નિસ્બત દાખવો છો, તેની અસર રૂપે તમને બધી દિશાઓમાંથી સહકાર મળી રહેશે. આ સમયગાળામાં કુટુંબ માટે, ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ ગમનના પણ યોગો રહેલા છે. નવા વ્યાવસાયિક જોડાણની શક્યતાઓ રહેલી છે. સોમવારે નવા સાહસ માટે લોન મળે અને ભવિષ્યના ફાયદાઓ માટેનો પાયો વધુ મજબૂત થાય.

સિંહ (મ, ટ)
તકલીફની સ્થિતિ હવે પૂરી થઈ રહી છે. આ સમયગાળામાં તમારે ધૈર્ય જાળવવાની અને બિનજરૂરી વિવાદોમાં ન પડવાની સલાહ છે. સામાજિક બાબતે, વર્તમાન સંજોગોને આધીન રહીને ફેરફાર સર્જાશે, તમારે આર્થિક સંકટમાંથી નિકળવામાં થોડો સમય લાગશે. પરંતુ હવે તમારી ગાડી પાટા પર આવી જશે. લોભામણી જાહેરાતો ને કારણે સામાન્ય ધારણાઓ થી વિપરિત કોઈપણ પ્રકારના વ્યાવસાયિક સોદાઓથી દૂર રહેવું. સફળતા મળવાની છે, ભલે થોડો સમય લાગે. આપણી જીત નિશ્ચિત છે.

કન્યા (પ, ઠ, ણ)
મિત્રો અને બહારના લોકો સાથેનું તમારું બંધન વધુ મજબૂત થાય. તમે ઘણાં સામાજિક કાર્યો હાથ ધરશો. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં ઘણો વધારો થાય. આ સમયગાળો અતિ વ્યસ્ત બની રહેશે. અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં રહેશે. તમે નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળશો. કૌટુંબિક અને અંગતપણે એમ બંને રીતે ખર્ચ ઉપર કાપ મૂકશો, તો સરલતા રહેશે. અત્યારના સમયમાં કરકસર લાભદાયક સાબિત થાય. સોમવારે વાહનો અને ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા લાભ થાય. બુધવારે સંતાનોની પ્રગતિના સમાચાર મળે.

તુલા (2,ત)
શાંતિ રાખશો તો સમૃદ્ધિ અને પુરસ્કાર મેળવશો, ખાસ કરીને આધ્યાત્મિક અને માનસિક વૃદ્ધિ તથા વિકાસ થશે. લોકો પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થશે. તમારી યોજનાઓ, ઉદેશ્યો, ભવિષ્યમાં તમારું સ્થાન.. વગેરે બધું ઉપર કહેલી નજરે જ પરખવામાં આવશે. નાના પ્રવાસની પણ સંભાવના છે. વિકાસની અને પ્રગતિની પ્રક્રિયામાં વિઘ્ન આવશે, પણ હિંમત કરી ચાલુ રાખશો તો, પ્રગતિ તરફ વધવાનો સમયગાળો ચાલુ રહેશે. સોમવારે ખોટા અને સ્વાર્થી લોકો થી બચવું. મંગળવારે રચનાત્મકતાનો ઉપયોગ સમાજસેવા અને દાન જેવા કાર્યો માટે કરવો. બુધવારે જૂની ઓળખાણ થી લાભ થાય.

વૃશ્વિક (ન, ય)
જીવનમાં નવા સાહસ માટે તૈયાર થશો જે આધ્યાત્મિક હોઈ શકે તેના કરતાં આર્થિક વધુ હોય શકે છે. આ વખતે આપ અધૂરાં પગલાં નહીં ભરો, કારણ કે આપ આત્મસંતોષની શોધમાં છો. લોકો ઊંડાણપૂર્વક વાત કરશે, કારણ કે જીવન તેનાં ઘણાં પાસાં રજૂ કરતું હોય છે. આપ જેને પોતાના ગણતા હતા તે વ્યક્તિ સાથે શાંતિથી કામ લેવું. આપને અચાનક જ સાચી વાસ્તવિકતાનો ખ્યાલ આવશે. જેથી ફરી આપ ચિંતાથી ઘેરાયેલા છો તેવું લાગે, પરંતુ મંગળવારે તમારી પ્રતિષ્ઠિત સામાજિક છાપથી લાભ થાય. આર્થિક બાબતે શનિવારે નિર્ણય ન લોવો.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ સપ્તાહ દરમિયાન તમારી કામ કરવાની , સરળ અને આગવી શૈલીઓ ઘણી લોકપ્રિય બનશે. લોકો સાથેનો વ્યવહાર વધુ સક્રિય બનશે, તમે તમારા વ્યવહારોમાં અંગત ફાયદો કરતાં સામાજિક મૂલ્યોનું વધારો ધ્યાન રાખશો. જે તમને સહાયકારક નીવડશે સોમવારે તમે પ્રેમની લાગણી અનુભવશો, બુધવારે તમારી મહેનત, કાર્યશક્તિ અને આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય. ગુરુવારે શેરબજાર અને સટ્ટા જેવી ટુંકા સમય માં પૈસાદાર થવાની વૃત્તિથી બચવું સલાહ ભર્યું છે.

મકર (ખ, જ)
આ અઠવાડિયે દૈનિક તેમજ સાપ્તાહિક વેપારના કામકાજ અનુકૂળ રહેશે. જથ્થાબંધ વેપાર કે પછી નોકરીના કામકાજ આ સપ્તાહમાં ઝડપી ફાયદો કરાવે. લોન કે બેન્ક દ્વારા નાણાંની અનુકૂળતાઓ નિર્માણ થાય. પરિવારના નવા આર્થિક નિર્ણયો સફળતાથી લઈ શકાશે . મહિલાઓને નવી નોકરીમાં સરળતા જણાશે, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મહેનત સફળ થાય. સોમવારે સફળતા મેળવી શકાય. ગુરુવારે કંકાસથી દૂર રહેવું. શનિવારે મહેનત કરવાથી લાભ થાય.

કુંભ (ગ, શ, સ)
પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે વધારે વ્યસ્ત રહેશો, પણ આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો, તો લોકો આપની ચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. જૂના મિત્રો અથવા પહેલાં કરેલા રોકાણ થી લાભ થાય. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણેના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકો છો.

મીન (દ, ચ, ઝ, થ)
આ સપ્તાહમાં પરિવારની અને તમારી તબિયત અંગે સાવધાની રાખવી પડશે. આધ્યાત્મિક બાબતોમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો પ્રેમ, તમારામાં નવા જુસ્સાનો સંચાર કરશે. જોકે, બાળકો, માતા-પિતા અને સંબંધીઓ, તમને આગળ વધવા પ્રોત્સાહન આપશે. આ અઠવાડિયે, આપની આવકથી ખર્ચ વધી ન જાય તની સંભાળ રાખશો. નહીં તો મુશ્કેલીઓ છતી થશે. શુક્રવારે પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો, અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો.