હાથ-પગ અને ઘણી વખત ચહેરા પર વેક્સ કરાવ્યા બાદ દાણા નિકળે છે. જે લોકોની સ્કીન સેન્સિટિવ હોય છે તેમને વેક્સિંગ, ક્લીનઅપ અને થ્રેડિંગ બાદ રેડનેસ અને દાણા નિકળે છે. તો અમે તમને હની વૈક્સ કરવાના ફાયદા અને નુકસાન જણાવીશું
હની વૈક્સ કરવાના ફાયદા અને નુકસાન
આજકાલ અનેક પ્રકારના વેક્સંગ કરવામાં આવે છે, જેમ કે રીકા, ફ્રુટ , ચોકલેટ સાથે હની અને આ બધા જ વેક્સના ફાયદા અલગ હોય છે. ધણા લોકો ફક્ત હની વેક્સનો જ ઉપયોગ કરતા હોય છે, તો જાણો તેને ફાયદા અને ગેરફાયદા
- Advertisement -
સખત વાળને સરળતાથી દૂર
જો તમારા વાળ કઠણ છે, તો હની વેક્સનું મીણ સારું રહેશે, કારણ કે તે સખત વાળને સરળતાથી દૂર કરે છે. જો તમારા હાથ-પગ ટેન થઇ ગયા હોય તો હની વેક્સ કરાવું સારું છે કારણ કે તે ટેનિંગ પણ ઘણી હદ સુધી ઓછું કરી દે છે.
કોઇ ડાઘ રહેતા નથી.
એવા ઘણા વેક્સ હોય છે જે કર્યા બાદ ડાઘ છોડી જાય છે, પણ તમને જણાવી દઈએ કે હની વેક્સ કરાવ્યા બાદ કોઇ ડાઘ રહેતા નથી.
મૂળમાંથી દૂર
હની વેક્સના ઉપયોગથી વાળનો વિકાસ પણ ઓછો થાય છે. કારણ કે તે વાળને મૂળમાંથી દૂર કરે છે, જે વૃદ્ધિમાં વિલંબ કરે છે.
- Advertisement -
લાલાશનું કારણ
જો ત્વચા એકદમ સંવેદનશીલ હોય તો હની વેક્સનો ઉપયોગ બિલકૂલ ના કરતા કારણ કે તે ત્વચા પર લાલાશનું કારણ બની શકે છે. જો તમે વધારે પીડા સહન કરી શક્ના નથી, તો પણ આ વેક્સ ન કરાવો
બર્નિંગની સમસ્યા
હની વેક્સ કરવાથી કેટલાક લોકોને ખંજવાળ અથવા બર્નિંગની સમસ્યા થઇ શકે છે. આ એલર્જીક અથવા સંવેદનશીલ ત્વચા પર થઇ શકે છે. તમારી ત્વચા કાળી છે તો પણ હની વેક્સિંગ ના કરાવતાં