પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અપહરણ કરાયેલી એક પરિણીત હિંદુ યુવતીએ કહ્યું છે કે તેને અપહરણકારોએ ઈસ્લામ સ્વીકારવાની ધમકી આપી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અપહરણ કરાયેલી એક પરિણીત હિંદુ છોકરીએ કહ્યું છે કે તેના અપહરણકારોએ તેને ઇસ્લામ ધર્મ અપનાવવાની ધમકી આપી હતી અને ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરતાં તેના પર બળાત્કાર કર્યો હતો. દેશમાં લઘુમતી સમુદાયના સભ્યો પર અત્યાચારના આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. યુવતીએ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા એક વીડિયોમાં જણાવ્યું છે કે ઉમરકોટ જિલ્લાના સામરો શહેરમાં તેની સાથે બળાત્કાર થયો હતો અને પોલીસે હજુ સુધી કેસ નોંધ્યો નથી. હિંદુ સમુદાયના એક સ્થાનિક નેતાએ કહ્યું કે રવિવાર સુધી મીરપુરખાસમાં પોલીસ યુવતી દ્વારા નામ આપવામાં આવેલા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં નિષ્ફળ રહી હતી. તેણે કહ્યું, ‘છોકરી અને તેનો પરિવાર પોલીસ સ્ટેશનની બહાર બેઠો છે, પરંતુ હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.’

છોકરી પહેલેથી જ પરિણીત છે. તેનું ઈબ્રાહિમ માંગરીયો, પુન્હો માંગરીયો અને તેમના સાથીઓએ અપહરણ કર્યું હતું. યુવતીએ કહ્યું કે તેઓએ તેને ધમકી આપી અને ધર્મ પરિવર્તન કરવા કહ્યું, પરંતુ જ્યારે તેણીએ ના પાડી તો તેની સાથે ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો. પીડિતાએ જણાવ્યું હતું કે તે તેના અપહરણકારોના ચુંગાલમાંથી મુક્ત થયા બાદ ઘરે પરત ફરી છે.સિંધના આંતરિક ભાગમાં હિંદુ છોકરીઓનું અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન એક મોટી સમસ્યા બની ગઈ છે. મુખ્યત્વે હિન્દુ સમુદાયના લોકો થાર, ઉમરકોટ, મીરપુરખાસ, ઘોટકી અને ખૈરપુર વિસ્તારમાં રહે છે. આ વિસ્તારોમાં હિન્દુ સમુદાયના મોટાભાગના સભ્યો મજૂર છે.

ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવે છે
ગયા વર્ષે જૂનમાં હિદુ યુવતિએ અહીંયા અદાલતમાં કહ્યું હતું કે તેમને જબરજસ્તી ઈસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવવામાં આવ્યા છે અને એક મુસ્લિમ વ્યક્તિ જોડે લગ્ન કરાવી દીધા છે. ગયા વર્ષે માર્ચમાં ત્રણ હિંદુ છોકરીઓનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું તેમને પણ ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને આઠ દિવસની અંદર મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા.

મહિલાઓ તેમજ બાળકીઓનું અપહરણ કરી જબરજસ્તી ઈસ્લામ ધર્મનો સ્વીકાર કરાયો
અન્ય એક મામલામાં ગયા વર્ષે 21 માર્ચે સુક્કુરનાં રોહરીમાં પણ એક યુવતિને નિર્દયતા પૂર્વક ઘરની બહાર લાવીને ગોળી મારી તેની હત્યા કરી દીધી હતી. માત્ર છોકરીઓ જ નહી પરંતું મહિલાઓનું પણ અપહરણ કરે છે અને ધર્મ પરિવર્તન કરીવે છે. ત્યારે કેટલીય મહિલાઓ અહીંયા ધર્મ પરિવર્તનનો શિકાર બની છે. ચાર બાળકોની માતાને સિંધનાં ખિપ્રોમાંથી અપહરણ કરી લઈ ગયા હતા. ત્યારે બાદ થોડા દિવસ બાદ ખબર પડી કે તે મહિલાએ ઈસ્માલ ધર્મ અપનાવી લીધો છે. અને તેને અપહરણ કરીને લઈ જનાર વ્યક્તિ સાથે તેણે લગ્ન પણ કરી લીધા છે.