ખાસ-ખબર ન્યૂઝ ઈઝરાયેલ
લેબેનોનમાં પેજર અને વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટો બાદ હિજબુલ્લા વડા હસન નસરલ્લાહે કહ્યું છે કે ઈઝરાયેલે લેબેનોનમાં નરસંહાર આચર્યો છે. આ યુદ્ધની જાહેરાતની માફક છે.
આ હુમલા કરીને ઈઝરાયેલે રેડ લાઈન ક્રોસ કરી લીધી છે એટલે કે તમામ મર્યાદા તોડી નાંખી છે. હિઝબુલ્લાના વડાએ કહ્યું ઈઝરાયેલે પેઝરને નિશાન બનાવીને હુમલા શરૂૂ કર્યાં છે. તે જાણતુ હતું કે લેબેનોનમાં 4 હજારથી વધારે પેજરનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈઝરાયેલે હજારો લોકો અને તેમની આજુબાજુના લોકોને મારવાનો પ્રયત્ન કર્યો છે.
- Advertisement -
પેજર અને વોકી-ટોકી એટેકથી તેણે ફક્ત હિઝબુલ્લા પર જ નહીં પણ હોસ્પિટલો, બજારો, ઘરો તથા ખાનગી વાહનો પર પણ હુમલા કર્યાં છે. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. આ દરમિયાન ઈઝરાયેલે દક્ષિણી લેબેનોન પર ભારે બોમમારો કર્યો છે. ઈઝરાયેલે કહ્યું છે કે ઈરાનના નેતૃત્વ હેઠળના ષડયંત્રને નિષ્ફળ કરવામાં આવ્યું છે. હિઝબુલ્લાને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
હિઝબુલ્લા ચીફે કહ્યું કે ઈઝરાયેલે જે કર્યું તે નરસંહાર છે. આ લેબનોનના લોકો અને દેશના સાર્વભૌમત્વ સામે યુદ્ધની ઘોષણા છે. હસન નસરાલ્લાહે દાવો કર્યો હતો કે ઇઝરાયેલ એકસાથે હજારો લોકોને મારવા માંગે છે. તે નસીબદાર હતા કે મોટી સંખ્યામાં પેજરો સેવામાં ન હતા.