પેટ્રોલ ચોરતા GISFના જવાનની ઓખા બદલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ સિક્યોરીટી ફોર્સ(GISF)નો જવાન તાજેતરમાં કેમ્પસમાંથી સરકારી કર્મચારીઓના બાઈકમાંથી પેટ્રોલચોરી કરતા ઝડપાયા બાદ જવાનની ઓખા બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કલેક્ટર કેમ્પસમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ સિક્યોરીટી ફોર્સનો પદુભા ચુડાસમા નામના ચોકીદારનો બાઈકમાંથી પેટ્રોલ કાઢતા વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે કલેકટર દ્વારા અમદાવાદમાં આવેલી GISFની કચેરીને કરવામાં આવ્યા બાદ જવાનની જિલ્લા બહાર સજા રૂપ ઓખા બદલી કરવામા આવેલી છે.ગત 14 નવેમ્બરના રોજ કલેક્ટર કેમ્પસમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ સિક્યોરીટી ફોર્સનો પદુભા ચુડાસમા નામના ચોકીદારનો બાઈકમાંથી પેટ્રોલ કાઢતા વીડિયો વાયરલ થયો હતો. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના વાહનમાંથી પેટ્રોલ કાઢતો હોવાની ફરિયાદ સરકારી કર્મચારીઓએ કલેક્ટરને કરી હતી. કલેક્ટરે જવાનની આવી હરકતની જાણ અમદાવાદમાં આવેલી GISFની કચેરીને કરવામાં આવ્યા બાદ બે દિવસ પહેલા જવાનની જિલ્લા બહાર સજારૂપ ઓખા બદલી કરતો હુકમ કરવામાં આવ્યો છે.