બે જગ્યાએ જાહેર શૌચાલય બનાવાશે: શહેરના દરેક સ્થળની ફરજિયાત સફાઈ પહેલા તથા સફાઈ કર્યા બાદના ફોટા રજૂ કરવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ હારીજ, તા.13
હારીજ નગર પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરે વિવિધ સમસ્યાઓ હલ કરવા કર્મચારીઓને જવાબદારી સોંપી છે. શહેરમાં સફાઈને લઈ પહેલા અને સફાઈ બાદના ફોટા મોકલવા સૂચના આપી છે. પાલિકા દ્વારા મુખ્ય બજાર, ગુંદિવાળો ખાંચો, એસ બી આઈ રોડ, સોમનાથનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા મુકવા આદેશ કર્યો હતો. આ કામગીરી માટે ભુપેન્દ્રભાઈને જવાબદારી સોંપવામાં આવી છે. ખાડળી વોટર વર્કસ સંપ ઓવર હેડ ટાંકી કનેક્શન શરૂ કરવી કસમ્પ્રેશર મરાવી પાણી ચાલુ કરવાની જવાબદારી રશ્મિનભાઈને આપી છે. સફાઈ વિભાગ સંભાળતા ગૌતમભાઈને સફાઈ કામગીરીનો રિપોર્ટ પ્રમુખ ચીફ ઓફિસરને આપવા, સફાઈ પહેલા અને સફાઈ બાદના ફોટા સાથે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયાં છે. મહિલા કર્મચારીને બંધ રહેલા ટોયલેટ ફોટા સાથે રિપોર્ટ રજૂ કરી વનરાજ ક્ધસલ્ટિં સાથે સંકલન કરી રીપેરીંગ કામ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. પાલિકા પ્રમુખ ધરતીબેન સચદેના જણાવ્યા મુજબ; શહેરમાં બે નવી જગ્યા નક્કી કરી શૌચાલય મુતરડી બનાવાશે. ખાડડી ટ્યુબવેલ ટૂંક સમયમાં શરૂ કરાશે, સફાઈના ફરજિયાત રિપોર્ટ પણ લેવામાં આવશે.