ભારત માટે ઇરાન તરફથી સારા સમાચાર આવ્યા છે. ઇરાનના 33 દેશોના નાગરિકો માટે વીઝા ફ્રી કર્યા છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ઇરાન સરકારના આ પગલાનો ઉદેશ્ય પર્યટનને વધારવા પર છે, જેથી વધારેમાં વધારે લોકો ઇરાન ફરવા માટે આવે. ઇાનના સાંસ્કૃતિક મંત્રી, પર્યટન અને હસ્તશિલ્પ મંત્રી અજાતુલ્લા જારાગામીએ જાણકારી આપી હતી.
આ દેશોના નાગરિકોને સુવિધા મળશે
અજાતુલ્લા જારાગામીએ કહ્યું કે, પર્યટન વધારવાની સાથે ઇરાનને લઇને જે માહોલ બનાવવામાં આવી રહ્યો છે, એને પણ પૂર્ણ કરવાનો ઉદેશ્ય રહેલો છે. જણાવી દઇએ કે, 33 દેશોના નાગરિકો માટે વીઝાની ઝંઝટ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ભારત, રશિયા, સંયુક્ત આરાબ અણીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, કાતર, કુવૈત, લેબનાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાર્જિકિસ્તાન, ટયૂનિશિયા, તંજાનિયા, જિમ્બાબ્વે, મોરીશસ, સેશેલ્સ, ઇન્ડોનેશઇયા, બ્રુનેઇ દારૂસલામ, જાપાનસ સિંગાપુરસ કંબોડિયા, મલેશિયા, વિયતનામ, બ્રાઝીલ, પેરૂ, મૈક્સિકો, બોસજાગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારૂસનો સામેલ થાય છે.
- Advertisement -
ઇરાનમાં પર્યટનોની સંખ્યામાં થયો વધારો
ઉલ્લેખનીય છે કે, ઇરાને જે દેશોના નાગરિકોનેે સુવિધા આપી છે, તેમાં પાકિસતાનનો સમાવેશ નથી. ઇરાન તુર્કિએ, અજરબૈજાન, ઓમાન, ચીન, અર્મેનિયા, લેબનાન અને સિરિયાના લોકોને પહેલા જ વીઝા માટેની પ્રોસેસ રદ કરી હતી. ઇરાની મીડિયા અનુસાર, ઇરાનમાં આ વર્ષ પર્યટકોની સંખ્યામાં ગયા વર્ષના મુકાબલે 48 ટકાનો વધારો થયો છે અમે આ 44 લાખના આંકડા સુધી પહોંચી ગયો છે.