ગોંડલ : અત્રે નાં જેલચોક પટેલવાડી ખાતે સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,માર્કેટ યાર્ડ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા સહીત નગરપાલિકા નાં સદસ્યો તથાં પ્રબુધ્ધજનો દ્વારા ગુજરાત ના માજી મુખ્યમંત્રી ગોંડલ નાં માજી ધારાસભ્ય અને ગુજરાત નાં દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ ને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી.આગેવાનો દ્વારા આ વેળાં ગોંડલ માં કેશુભાઈ પટેલ ની પ્રતિમા મુકાશે તેવું જણાવ્યું હતું