પોરબંદરમાં ગણેશ વિસર્જન માટે બનાવાયેલો વગરનો કુત્રિમ કુંડ પાણી વિહોણું..! શ્રદ્ધાળુઓમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગણેશોત્સવના પાંચ દિવસના ઉત્સાહ અને ભકિત બાદ આજે પોરબંદરમાં ગણેશમંડળો દ્વારા ગણપતિ બાપાના મૂર્તિનું ભવ્ય ઉજવણી સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના રાજમાર્ગો પરથી વાજતે ગાજતે અને અબીલ-ગુલાલની છોળાઓ ઉડાવીને ગણેશજીની વિસર્જન યાત્રા નીકળશે. ગણેશજીની સવારી માટે ઢોલ-શરણાઈ, બેન્ડ અને રાસ-ગરબાની રમઝટ સાથે ભક્તોનો ધોધમાર ઉત્સાહ જોવા મળશે. “ગણપતિ બાપા મોરીયા” અને “અગલે બરસ તુ જલ્દી આના” ના નાદ સાથે નાનાથી લઇ મોટા દરેક વ્યકિત આ વિસર્જનમાં ભાગ લેશે. વિસર્જન માટે, પોરબંદર-છાયા નગરપાલિકા દ્વારા ચાર સ્થળોએ વિશેષ કુંડ બનાવવામાં આવ્યા છે. બોખીરા, નંદેશ્વર તળાવ અને હઝુર પેલેસ પાછળ બનાવેલા કૃત્રિમ કુંડોમાં મૂર્તિ વિસર્જન કરવાની વ્યવસ્થા છે. મૂર્તિ વિસર્જન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્રારા એસડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમોને તૈનાત કરવામાં આવી છે.આ વર્ષે, દરિયામાં વિસર્જન કરતાં કુંડમાં વિસર્જનની સુવિધાને કારણે કેટલીક ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો અમુક લોકો દ્વારા અવાજ ઉઠવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષા અને પર્યાવરણની દૃષ્ટિએ આ નિર્ણય જરૂરી ગણાવાયો છે. મૂર્તિ વિસર્જન સાથે સાથે, પોરબંદરવાસીઓ ભક્તિ અને ભાવના સાથે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ગણેશજીને પુન: આવકારવા માટે ભક્તિરસ ભરાયેલો સંકલ્પ વ્યક્ત થાય છે.
- Advertisement -
પોરબંદરમાં દર વર્ષે ભારે ભક્તિભાવ સાથે ઉજવાતી ગણેશ વિસર્જનની વિધિ આ વર્ષે પોરબંદરના હજૂર પેલેસ નજીક નગર પાલિકા દ્વારા બનાવાયેલું કુત્રિમ કુંડ પાણી વિના હોવાના કારણે વિવાદમાં આવી છે.
ગણેશ વિસર્જન માટે આવેલા શ્રદ્ધાળુઓમાં નિરાશા છવાઈ ગઇ છે, કેમ કે કુંડમાં પાણી ન હોવાના કારણે મૂર્તિ વિસર્જન મુશ્કેલ બની ગયું છે. ભક્તોનો આક્ષેપ છે કે નગર પાલિકાએ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ન કરીને તંત્રની અણઆવડત દર્શાવી છે. ભક્તિમય મૂડમાં આવેલા લોકો માટે આ સ્થિતિ મુશ્કેલી સર્જનારી બની છે, અને તેઓ હવે દરિયામાં વિસર્જન કરવા મજબૂર બન્યા છે.શ્રદ્ધાળુઓએ આ અંગે નગર પાલિકાની ગેરવહીવટ સામે રોષ વ્યક્ત કર્યો છે, અને જઉછઋની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ સંજોગોમાં દરિયામાં વિસર્જન કરવું પડ્યું, જેની પાછળ વિસર્જન માટે યોગ્ય કુંડની વ્યવસ્થા ન હોવી મહત્વનું કારણ છે.સ્થાનિક લોકોએ નગર પાલિકાના તંત્ર સામે આ ઘટના માટે જવાબદારી લેવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાઓ ન થાય.