100 વર્ષ પુરા જીવ્યા: અમેરિકી વિદેશનીતિ પર કાયમી છાપ છોડી જનાર કિસીન્જરને ઉતર વિયેટનામ સાથે પેરીસ સમજુતી માટે શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું હતું
અમેરિકાની વિદેશ નીતિ પર જબરો પ્રભાવ છોડી જનાર અને શાંતિના નોબેલ પારિતોષિક વિજેતા અમેરિકાના પુર્વ વિદેશમંત્રી હેનરી કિસિન્જરનું 100 વર્ષથી વયે નિધન થયું છે. તેઓ આ ઉમરે પણ ખૂબજ સક્રીય હતા તથા અમેરિકી પ્રમુખો વ્હાઈટ હાઉસ પણ અનેક વખત તેમની સલાહ લેતા હતા. શ્રી કિસીન્જરને ‘ડિપ્લોમેટીક-પાવર હાઉસ’નું બિરૂદ મળ્યું હતું. તેઓએ બે અમેરિકી પ્રમુખ સાથે કામ કર્યુ અને અમેરિકા તથા વિશ્વના એ શીત યુદ્ધના સમયમાં તેઓએ અનેક સિમાચિહન સમાન આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં ફેરફાર લાવ્યા હતા.
- Advertisement -
ગત એ માસમાંજ તેઓએ 100મું વર્ષ પુરુ થયું હતું. તેઓએ કેનેકટીકટ ખાતેના તેના નિવાસે અંતિમ જવાબ લીધા હતા. છેલ્લે તેઓ જુલાઈમાં ઉતર કોરિયાની અણુ ધમકી અંગે અમેરિકી સેનેટથી કમીટી સમક્ષ પોતાની જુબાની આપી હતી તથા તેઓએ ચીનના પ્રમુખ શી જીનપીંગને મળવા છેક બિજીંગની મુલાકાત લઈને સૌને ચોકાવી દીધા હતા.
1970નો દશકો હેનરી કિસીન્જરની ડિપ્લોમસીનો સમય ગણાવ્યો હતો. તેઓએ આ દશકમાં અનેક વૈશ્વિક ઘટનાઓમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને અમેરિકાના તત્કાલીન પ્રમુખ રીચાર્ડ નિકસનનું વોટરગેટ કૌભાંડ સમયે તેઓ વિદેશ મંત્રી હતા. તેઓએ ચીન સાથે અમેરિકાના સંબંધોનો યુગ ચાલુ કર્યા, અમેરિકા અને તે સમયના સોવિયત સંઘ (હાલના રશિયા) વચ્ચે શસ્ત્ર નિયંત્રણ સમજુતીમાં ભૂમિકા ભજવી હતી. ઈઝરાયેલ-આરબ રાષ્ટ્ર વચ્ચેના સંબંધોમાં તનાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો અને ઉતર વિયેટનામ સાથે પેરીસ શાંતિ સમજુતી પણ કરાવી હતી.
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જીરાલ્ડફોર્ડ જેને ‘સુપર સેક્રેટરી ઓફ સ્ટેટ’ તરીકે ગણાવ્યા હતા. તેઓ અનેક વિવાદોમાં પણ ફસાયા હતા. 17 વર્ષ હોર્વડમાં ફેકલ્ટી તરીકે રહી ચૂકેલા કિસિન્જર પર કમ્બાડીયા પર બોમ્બીંગ માટે જવાબદાર ગણવાની માંગ થઈ હતી. તેમનો કાર્યક્રમ મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરપુર હતો પણ તેઓને તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ ‘ભૂ’ પાઈ દીધું હતું.
- Advertisement -
1971માં ભારત-પાક યુદ્ધ સમયે તેઓએ ભારતને ડરાવવા અમેરિકાનો સૌથી શક્તિશાળી છઠ્ઠો નૌકા કાફલો બંગાળના અખાત ભણી રવાના કરીને પુર્વ પાકિસ્તાનમાં ભારતીય સેનાને આગળ ધરતી રોકવા પ્રયાસ કર્યા પણ ઈન્દીરા ગાંધીએ તે સમયે રશિયન દોસ્તીના નામે રશિયાની સબમરીનોને બંગાળના અખાતમાં ગોઠવી કિસિન્જરની ચાલ ઉંધી પાળી હતી. તેઓ ધુવાફુવા થયા હતા. ખાસ કરીને ઈન્દીરા ગાંધીની ટીકા કરતા સમયે ભારતીયો માટે ‘બાસ્ટર્ડ’ શબ્દનો ઉપયોગ કર્યો બાદમાં તેમને માફી માંગવી પડી હતી.