• અર્થવ્યવસ્થામાં સૌથી મોટી ચિંતા મિડલ ક્લાસ લોકોની છે

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ ચાલી રહી છે. જેમાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનએ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર મોટી ટીપ્પણી કરી છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન રાજનએ કહ્યું કે, સીતરમણ એક ખૂબ જ અઘરી જવાબદારી નિભાવી રહ્યા છે.

રઘુરામ રાજનએ ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારની વધારેમાં વધારે પોલીસીની ટીકા કરી રહ્યા છે, તેમણે નાણામંત્રી નિર્મલા સીતરમણ વિશે કહ્યું કે, આ એક અઘરૂ કામ કરી રહ્યા છે, એવામાં હું સારા કે ખરાબ કામના મૂલ્યાંકન કરનાર કોઇ નથી.

દાવોસમાં એક પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તમે નાણામંત્રી નિર્મલા સીતારમણને ક્યો રેન્ક આપશો? તો તેમણે કે, હું તેમને કોઇ રેન્ક આપી શકું તેમ નથી, મેં આવું ક્યારેય કર્યુ પણ નથી. તે એક અઘરૂ કામ કરી રહ્યા છે, એવામાં હું જે વ્યક્તિ કામ કરૂ રહ્યા છે, તેમને કોઇ રેન્ક કેમ આપી શકું.

અર્થવ્યવસ્થામાં સૌથી મોટી ચિંતા મિડલ ક્લાસ લોકોની છે

સાચી ચિંતા તો દેશના મિડલ ક્લાસ લોકોની છે. તેમના અનુસાર આ વર્ગને લઇને અર્થવ્યવસ્થામાં સૌથી મોટી ચિંતા છે. ત્યાં રોજગારની અછત છે. મોટા વ્યવસાય સારી રીતે કરી રહ્યા છે. તેમણે પોતાના દેવાની ચૂકવણી મહામારી દરમ્યાન પણ કરી. બેંકોએ પણ પોતાના બૈડ લોન રાઇટ ઓફ કર દિધા છે. એવામાં બેંક અને મોટા રોજગારને આગળ વધારવા માટે તૈયાર કરે છે. પણ સાચી મુસિબત તો મિડલ ક્લાસ અને ગરીબ લોકોની સાથે છે.

આ વર્ષ વિકાસ દર 7%નો રહેશે

કોરોના દરમ્યાન એમાંના કેટલાક લોકોની નોકરી જતી રહી. નાના અને મધ્યમ ઉદ્યોગ સારા પ્રદર્શન કરી રહ્યા નથી. જો કે તેમણે આ પણ કહ્યું કે, તેઓ પ્રયાસમાં જોડાયેલા છે, તેઓ પરત ફરી રહ્યા છે, આ વર્ષ 7%નો વિકાસ દર યોગ્ય રહેશે. ચાલુ નાણાંકિય વર્ષની શરૂઆતમાં અમે સારી વૃદ્ધિ કરી પણ પછી વિકાસની ગતિ થોડી ધીમી પડી ગઇ. અમે 5%ના રેટ પર આવી ગયા, જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક મંદીની આશંકાઓને જોતા લાગે છે કે આ પાંચ ટકાથી પણ નીચે જશે, જે ચિંતાજનક છે અને જેના માટે આપણે હાલની પરિસ્થિતિમાં સંતુષ્ટ ના થઇ શકિએ.