લાઈનમાં ઊભા રહ્યા વિના સેલ્ફી અપલોડ કરીને મતદાન કરવાની પણ સુવિધા અપાશે
નવી સિસ્ટમ ડિજિયાત્રા જેવી જ: બોગસ મતદાન રોકી શકાશે અને ચૂંટણી ગેરરીતિઓને અટકાવી શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટકમાં 10મીને ગુરુવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પહેલીવાર ફેસિયલ રિકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયોગ હાથ ધરાવાનો છે. બેંગલુરૂનાં એક મતદાન મથકે પહેલીવાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મતદાર માટે લાઈનમાં ઊભા રહ્યા વિના સેલ્ફી અપલોડ કરીને મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. જો કે કેટલાક એક્ટિવિસ્ટ દ્વારા આ સિસ્ટમનો વિરોધ કરાઈ રહ્યો છે. આ પ્રકારની ટેકનોલોજીથી વ્યક્તિની પ્રાઈવસીનો ભંગ થયેલો ગણાશે તેવી દલીલો કરાઈ છે.
ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ કર્ણાટકનાં મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ નજીક પેલેસ રોડ પર સરકારી રામનારાયણ ચેલારામ કોલેજનાં રૂમ નંબર 2 ખાતેનાં મતદાન મથકે આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
ચૂંટણી પંચનાં અધિકારીએ જણાવ્યા મુજબ આ મતદાન મથકનાં મતદારોએ તેમનાં મોબાઈલમાં ચૂંટણી પંચની મોબાઈલ એપ્લિકેશન ઈવીક્ષફદફક્ષફ ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં દરેક મતદારે મતદારનો ફોટો આઈડેન્ટિટી કાર્ડ (ઊઙઈંઈ) નંબર, મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. આમ કરવાથી તેમને ઘઝઙ મળશે. આ પછી મતદારે એપ્લિકેશન દ્વારા તેમની સેલ્ફી અપલોડ કરવાની રહેશે. મતદાન મથકે પહોંચ્યા પછી દરેક મતદારે
વેરિફિકેશન માટે ફેસિયલ રિકગ્નિશન વેરિફિકેશન કરાવવાનું રહેશે. જો મતદારનો ફોટો ચૂંટણી પંચનાં ડેટાબેઝ સાથે મળતો આવશે તો મતદારે તેમની ઓળખ માટે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનાં રહેશે નહીં. તેમને પોતાનો મત આપવા માટે મંજૂરી અપાશે. આ સિસ્ટમ અમલી બનતા મતદાન માટે લાઈનમાં ઊભા રહેવાનો સમયગાળો તેમજ વેઈટિંગ પિરિયડ ઘટશે. બોગસ મતદાન રોકી શકાશે અને ચૂંટણી ગેરરીતિઓને અટકાવી શકાશે.