ફિફા વર્લ્ડકપમાં ફરી એખવાર મેજર અપસેટ સર્જાણો છે. મોરક્કોએ વિશ્વકપમાં પહેલી વાર બેલ્જિયમ પર 2-0થી જીત મેળવી છે. બેલ્જિયમની હાર થયા પછી ફુટબોલ પ્રશંસક ઉગ્ર થઇ ગયા અને બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં કેટલીય જગ્યાઓ પર વિરોધ પ્રદર્શનો થયા. વિરોધિઓને રોકવા માટે પોલીસએ આંસુ ગોળા છાડયા હતા. જો કે હાલમાં બ્રસેલ્સમાં તણાવપૂર્ણ શાંતિનો માહોલ છે.
- Advertisement -
બેલ્જિયમની હારથી નિરાશ થયેલા ફુટબોલ ચાહકો ગુસ્સે ભરાયા હતા અને બ્રસેલ્સમાં કેટલીય જગ્યાઓ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમ્યાન ડઝનેકની સંખ્યામાં વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એક કારમાં આગ લગાવી દિધી હતી. તેમની સાથે જ કેટલીય કારો પર ઇંટ-પથ્થર મારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિરોધ પ્રદર્શનને કવરેજ કરનાર એક પત્રકાર પણ ઇજાગ્રસ્ત થયો હતો. બેલ્જિયમ પોલીસએ ડઝનેક લોકોની ધરપકડ કરી હતી.
બેલ્જિયમ પોલીસએ જણાવ્યું કે, વિરોધીઓ વિરોધ પ્રદર્શનો માટે કેટલીય રીતની સામગ્રીનો ઉપયોગ કરે છે, તેની સાથે જ સાર્વજનિક રાજમાર્ગ પર આગ ચંપી પણ થઇ હતી. ત્યાર પછી પોલીસએ આ વિરોધીઓને રેકવા માટે આંસુ ગોળા અને પાણીનો મારો ચલાવ્યો હતો. જયારે બ્રસેલ્સના મેયર ફિલિપ ક્લોજને ફુટબેલ ફેન્સએ રાજધાની દુર રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અધિકારી વ્યવસ્થા સારી કરવાની કોશિશ કરી રહ્યા છએ. તેમની સાથે પોલીસના આદેશ પર મેટ્રોની સાથે ટ્રામ ટ્રાફિકને અડચણરૂપ બને છે.
- Advertisement -
મોરક્કોમાં અલ થુમામા સ્ટેડિયમમાં રવિવારના રોજ ફિફા વર્લ્ડકપના મેચમાં બેલ્જિયમએ હારાવીને મજર અપસેટ સર્જયો છે. મોરક્કોએ શાનદાર રીતે રમતાં બેલ્જિયમને 2-0થી ટક્કર આપી હતી. આ જીતની સાથે જ મોરક્કોએ છેલ્લા 16માં જવાની આશા ફરી જીવંત બની છે. મોરક્કોએ છેલ્લા મેચ ક્રોએશિયાને સાથે ડ્રો રમ્યો હતો. મોરક્કોની તરફથી અબ્દેલહમેદ સબીરી અને જકારિયા અબૌખલાલમાં ગોલ કરીને ટીમને જીતાડી હતી, જ્યારે બેલ્જિયમાન ખેલાડી સંઘર્ષ પછી ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.