છોકરો સુંદર હોય તો લખી શકે કે – ‘જરૂરી નથી કે દર વખતે કાગડો દહીંથરું લઈ જાય, ઘણીવાર વાંદરીઓ પણ સફરજન લઈ જતી હોય છે!’

(નોંધ : લેખમાં આપેલા કેપ્શન્સનો ઉપયોગ સ્વખર્ચે અને સ્વજોખમે કરવો. મ્યુચ્યુઅલરિલેશનશીપ્સઆર સબજેક્ટ ટુમાર્કેટરિસ્ક યૂ નો…! માટે પોતપોતાનાઘરના કે બહારના ખાનગી મૂડીરોકાણોને ધ્યાનમાં રાખીને સમજી વિચારીને નિર્ણય લેવો. કેપ્શન્સનો ઉપયોગ કરવા જતાં જે કંઈ પણ પરિણામ આવે એના માટે તંત્રી તો ઠીક ખુદ લેખક પણ જવાબદાર નથી. લેખ અંગેના વિચારો ગાળો સિવાયના કોઈપણ ખાદ્યપદાર્થ સાથે લખી મોકલવા.)

કપલ ચેલેન્જમાં મને હજૂ સુધી એ નથી સમજાતું (મને જ નહીં, પણ ઘણાંને એ નથી સમજાઈ રહ્યું) કે પાર્ટનર સાથેની તસવીર અપલોડ કરવામાં વળી ચેલેન્જ શેની? પોતાની પત્ની-પ્રેમિકા કે પતિ-પ્રેમી સાથેનો ફોટો શેર કરવામાં ચેલેન્જ જેવું શું છે? હા, એ બહાને ફોટો શેર કરવાના શોખિનોનો એક શોખ પૂરો થાય કે જુઓ અમે જોડીમાં કેવા રુડારૂપાડાં લાગીએ છીએ અને સિંગલિયાવની થોડી હાય લાગે, પણ એમાં ચેલેન્જ જેવું કશું નથી. ચેલેન્જ તો એને કહેવાય કે એ તસવીર શેર કરીને એની સાથે એને લગતી કોઈ ઑનેસ્ટ, કટાક્ષમય કે ફન્ની કેપ્શન્સ મુકો. અમે કેટલીક કેપ્શન્સ તૈયાર કરી છે. અજમાવી જુઓ.

> પાર્ટનરના એક્સને સંબોધીને લખો કે – ‘જુઓ, અમે લઈ ગયાં તમે રહી ગયાં!’

 > હૈયાવરાળ ઠાલવો કે – ‘જુઓ, અમને તો આવું મળ્યું છે છતાં પડ્યું પાનું નિભાવી રહ્યાં છીએ!’

 > છોકરીની તુલનાએ છોકરો વધું  દેખાવડો હોય તો લખી શકે કે – ‘જરૂરી નથી કે દર વખતે કાગડો દહીંથરું લઈ જાય, ઘણીવાર વાંદરીઓ પણ સફરજન લઈ જતી હોય છે!’ હોવ

 > લગ્ન સમયના ફોટા અપલોડ કરનારાઓએ લખવું જોઈએ કે – ‘વો ગુઝરા હુઆ જમાનાએક સમય હતો જ્યારે અમારી જોડી આવી સરસ લાગતી હતીબાકી અત્યારે તો મને ટાલ પડી ગઈ છે અને તમારી ભાભી ફૂલાઈને ભમભોલ થઈ ગઈ છેહોવ…’

 > એકથી વધુ લગ્નો કરનારાઓને ખરેખર ચેલેન્જ કહી શકાય એવું કંઈક પરાક્રમ કરી બતાવવું હોય તો પહેલી પત્ની સાથેનો ફોટો અપલોડ કરીને કેપ્શન લખી શકે કે – ‘બીવી નંબર 1′ (એટલે કે મારી પહેલી પત્ની.) વાત અલગ છે કે ચેલેન્જ લીધા બાદ તેણે ત્રીજા લગ્નની તૈયારી રાખવી પડે.

 > છોકરી સુંદર હોય તો છોકરો લખી શકે કે – ‘બહારો કો ભી જીસપે નાઝ થાવો હી ફૂલ હમને ચુના ગુલિસ્તાં સે…’

 > રિલેશનશિપમાં હોવા છતાંનોકરીબદલવા ઇચ્છતા યુવાનો કે યુવતીઓ કેપ્શન લખી શકે કે – ‘ તસવીરમાં ભલે અમે બન્ને હસતાં હોઈએ, પણ અમારે બિલકુલ ભળતું નથી. ખોટ નથ કેતો/કેતીવ્હાલી વિદ્યાના સમ…’ (બશર્તે કે યુવકની કોઈખાસ ફ્રેન્ડનું નામ વિદ્યા હોય.)

 > સ્કૂલકાળમાં બધાંનો ક્રશ રહેલી છોકરીનો પાર્ટનર ફોટોલાઈન લખી શકે કે – ‘ તમારી ભાભીજે એકસમયે આખા ક્લાસની ભાભી હતીહોવ…’

 > માંડ માંડ મેળ પડ્યો હોય એવા નવપરિણીતો લખી શકે કે – ‘ઉપરવાલે કે ઘર દેર હૈ પર અંધેર નહીં. કીડી ને કણ, હાથીને મણ અને મને પણ આપી દે છે!’

 > પોતાની પૂર્વ સેક્રેટરીને પરણી ગયાં હોય એમણે ખાલી એટલું લખવાનું કે – ‘માય એક્સ સેક્રેટરી.’

 > રાજકીય કપલ્સનું કેપ્શન કોઈ સંજોગોમાં એવું પણ હોઈ શકે કે – ‘ છે આપણા મહિલા મોરચાના પ્રમુખ અથવા તો બનનારા પ્રમુખ.’ (નો ઑફેન્સ પ્લીઝ) હોવ

 > ભાઈ સૂકલકડી અને બહેન ખુબ જાડી હોય સંજોગો માટે કેપ્શન – ‘રૂપિયો (અને) નાળિયેર!’ આમ પણ સંબંધો અને લગ્નજીવનભર્યાં નાળિયેરજેવા હોય છે, સારું નીકળે તો ઠીક નહીં તો બેમાંથી એક પાત્રની હાલતહોળીના નાળિયેરજેવી થઈ જતી હોય છે.’ હોવહમ્બોહમ્બો…!

 લાસ્ટ બટ નોટ લિસ્ટ કેપ્શન્સ :

 ટેડા પર મેરા હૈ!

 મારીએકમાત્રપત્ની!

 મારો છેલ્લો બોયફ્રેન્ડ અથવા માય લેટેસ્ટ બોયફ્રેન્ડ!

 મારી પહેલી ગર્લફ્રેન્ડ

ફ્રી હિટ :

ભારતીય યુવતીઓની પરપીડન વૃત્તિની હાઈટ એ છે કે તેઓ ‘ટિન્ડર’ બાયોમાં પણ સૂચના લખશે કે – ‘આઈ એમ નોટ હિયર ફોર હુકઅપ્સ, આઈ આઈ એમ હિયર ફોર જસ્ટ ઈન્ટ્રેસ્ટિંગ કન્વર્ઝેશન્સ.’ – વોટ? ઈન્ટ્રેસ્ટિંગ કન્વર્ઝેશન્સ? તો ‘ટિન્ડર’ પર શું કરે છે બેન? ‘ક્વોરા’ પર જા ને… એમના પાપે જ સ્વિપ કરી કરીને ભારતીય યુવાનોના અંગુઠા સૂઝી ગયાં છે. હોવ…