‘પુષ્પા-2: ધ રૂલ’ માટે 300 કરોડ રૂપિયા લઈને દેશના સૌથી મોંઘા સ્ટાર બની ગયેલા અલ્લુ અર્જુનને એક સમયે કોઈ ફિલ્મ ઓફર નહોતું કરતું. અલ્લુ અર્જુને હાલમાં પોતે આ વાત કહી છે.
42 વર્ષના અલ્લુ અર્જુને 2003માં ફિલ્મ ‘ગંગોત્રી’થી તેલુગુ ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો. એ ફિલ્મ હિટ ગઈ હતી, પણ અલ્લુ અર્જુનના કહેવા મુજબ એનો તેને કોઈ ફાયદો નહોતો થયો અને કોઈ તેને કામ આપવા તૈયાર નહોતું.
- Advertisement -
એક વર્ષ પછી ડિરેકટર સુકુમારે તેને ‘આર્ય’ આફર કરી. અલ્લુ અર્જુનની આ બીજી ફિલ્મ હતી અને સુકુમારની પહેલી. આ ફિલ્મ હિટ થઈ અને બન્નેનું ભાગ્ય પલટાયું. 2009માં તેઓ ‘આર્ય 2’ માટે પાછા ભેગા થયા હતા. ત્યાર બાદ 2021માં અલ્લુ અર્જુને અને સુકુમારે સાથે મળીને ‘પુષ્પા’ આપી અને હવે તેઓ ‘પુષ્પા 2:ધ રૂલ’ લઈને આવી રહ્યા છે.